Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅરેજ પ્રપોઝલના જવાબથી લોકોનાં દિલ જીતી ભૂમિ

મૅરેજ પ્રપોઝલના જવાબથી લોકોનાં દિલ જીતી ભૂમિ

30 November, 2019 11:01 AM IST | Mumbai

મૅરેજ પ્રપોઝલના જવાબથી લોકોનાં દિલ જીતી ભૂમિ

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરને સોશ્યલ મીડિયામાં તેનાં ફૅને મૅરેજ માટે પ્રપોઝ કરતાં એનો ખૂબ જ નમ્રતાથી તેણે જવાબ આપ્યો છે. તેનાં આ જવાબે તેનાં ફૅન્સનાં દિલ જીતી લીધા છે. એક ફૅને ભૂમિને પ્રપોઝ કરતાં ટ્‍‍વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘હાય બ્યુટીફુલ મૅમ. તમારા ફોટો જોયા વગર તો હું એક દિવસ પણ વિતાવી નથી શકતો. તમે ખૂબ સુંદર છો. કદાચ તમે એક સામાન્ય છોકરી હોત. તમે હાલમાં મોટી સેલિબ્રિટી છો. હું તમને ગમે એટલો પ્રેમ કેમ ન કરું એવા કોઈ ચાન્સ નથી કે તમે નૉન-સેલિબ્રિટી સાથે લગ્ન કરી શકો. એ જાણીને જ દુ:ખ થાય છે.’
તેનાં આ પ્રપોઝનો રિપ્લાઇ આપતાં ભૂમિએ ટ્વીટ કર્યું હતું કે ‘સેલિબ્રિટી અને નૉન-સેલિબ્રિટીનાં લગ્નનાં ચાન્સ તો ખૂબ ઓછાં છે. જોકે હું તમને મારી યાદ અપાવતી રહીશ. મારાથી શક્ય હશે એટલી વાર હું સતત બિગ સ્ક્રીન પર આવતી રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 11:01 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK