ડિવોર્સ બાદ મલાઈકા વિશે કાંઈક આવું બોલ્યા અરબાઝ ખાન, સંબંધોનો કર્યો ખુલાસો

Published: Jul 20, 2019, 09:17 IST | મુંબઈ

મલાઈકા અરોરા સાથેના છૂટાછેડા બાદની જિંદગી પર અરબાઝ ખાને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું.

ડિવોર્સ બાદ મલાઈકા વિશે કાંઈક આવું બોલ્યા અરબાઝ ખાન
ડિવોર્સ બાદ મલાઈકા વિશે કાંઈક આવું બોલ્યા અરબાઝ ખાન

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના છૂટાછેડા થયાને 2 વર્ષ થઈ ગયા છે. પરંતુ આ કપલે જાહેરમાં હંમેશા એકબીજાનું માન જાળવ્યું છે. બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને પોતાના સાથી પણ પસંદ કરી લીધા છે. જો કે ક્યારેક તેઓ સાથે પણ થઈ જાય છે. મલાઈકા અને અરબાઝનો એક દીકરો પણ છે. એક ઈન્ટર્વ્યૂમાં અરબાઝે તેના વિશે વાત કરી. અરબાઝે એ પણ કહ્યું કે છૂટાછેડા થયા હોવા છતા તેની અને મલાઈકા વચ્ચે સારા સંબંધો છે.

 
 
 
View this post on Instagram

#indianpropertyshow #DWTC #Dubai #2018 #13thto15th

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) onDec 13, 2018 at 4:10am PST


અરબાઝે કહ્યું કે, "અમે ઘણા વર્ષોથી સાથે છીએ. અમારી એકસાથે ઘણી સારી યાદો છે. સૌથી મહત્વનું અમારે એક સંતાન છે. જેથી અમને એકબીજા માટે સન્માન છે. કાંઈક એવું હતું જે અમારી તરફેણમાં કામ નહોતું કરી રહ્યું. જેથી અમે અલગ પડી ગયા. જો કે એનો અર્થ એવો નથી કે અમે એકબીજાને ધિક્કારીએ છે. અમે મેચ્યોર છીએ અને આ વાત સાથે અમે મેચ્યોરલી ડીલ કરી રહ્યા છે."

દબંગ એક્ટરે એમ પણ કહ્યું કે તેના મલાઈકાના પરિવાર સાથે પણ સારા સંબંધો છે. અમે એક સાથે નહોતા રહી શકતા એટલે અમે અલગ-અલગ રહેવાનું નક્કી કર્યું. અમારા પુત્રએ અમને બાંધીને રાખ્યા છે. અને તે મોટો થશે તેમ સ્થિતિ વધારે સારી થતી જશે.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

અરબાઝે આ ઈન્ટરવ્યૂમાં તેના 16 વર્ષના દીકરા અરહાન વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે અરહાને છૂટાછેડાને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યા. આ ઉંમરે લોકો ખરાબ સંગતમાં પડી જાય છે. પરંતુ તે એવો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK