જ્યારે પ્રતિસ્પર્ધીએ બિગ બીને કહ્યું તમારું 'ચુમ્મા' ગીત નથી પસંદ, આવું હતું રીએક્શન

Published: Nov 25, 2019, 15:13 IST | Mumbai

કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનને અલગ અલગ પ્રકારના પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં પણ તેમની સાથે આવું જ કાંઈક થયું.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

KBCના સેટ પર અમિતાભ બચ્ચન અને પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની વાતચીત રસપ્રદ હોય છે. અનેક વાર પ્રતિસ્પર્ધીઓ અમિતાભ બચ્ચનની ફિલ્મો, એક્ટિંગના વખાણ કરે છે, પરંતુ એક મહિલાએ તેમને સામે જ કહી દીધું કે તેમને બિગ બીનું ચુમ્મા ગીત પસંદ નહોતું. જે સાંભળીને અમિતાભ બચ્ચન દંગ રહી ગયા.

સોની ટીવીએ શેર કરેલા વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક પ્રતિસ્પર્ધીને તેમના નિક નેમ ચુમ્મા વિશે પુછે છે કે આખરે તેમનું આ નામ કેવી રીતે પડ્યું. જેનો જવાબ મહિલાએ આપ્યો કે તેમને અમિતાભ બચ્ચનનું ચુમ્મા ગીત પસંદ નહોતું જેના જવાબ પર અમિતાભ બચ્ચન દંગ રહી જાય છે. સાથે જે તેમને પૂછે છે કે આખરે તેમને આ ગીત તેમ પસંદ નથી. તો તે મહિલા પ્રતિસ્પર્ધી કહે છે કે ગીતના બોલ તેમને નથી ગમતા.


આ દરમિયાન અમિતાભ બચ્ચન ઑડિયન્સને એ પણ પૂછે છે કે તમારામાંથી કેટલા લોકોને પસંદ છે તો મોટાભાગના લોકો અમિતાભ બચ્ચનના પક્ષમાં હાથ ઉઠાવે છે. જે બાદ અમિતાભ બચ્ચન ગેમને આગળ વધારે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને મહિલા પ્રતિસ્પર્ધીને તેમના ટુન્નુ નામને લઈને પણ સવાલ કર્યો. આ નામ પર વાત કરતા તેમણે કહ્યું કે મારી પત્નીનું નામ પણ કાંઈક આવું જ છે અને હું તેમને પુછીશ.

આ પણ જુઓઃ લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને પહેલા પર પરિવારને લઈને ઘણી જાણકારી આપી છે. એક વાર તેમણે આ જ શોમાં જણાવ્યું હતું કે તેમની સંપત્તિ તેઓ દિકરા અભિષેક અને દિકરી શ્વેતામાં સરખા ભાગે વહેંચી દેશે. સાથે જ તેમણે જણાવ્યું કે તેમણે જયા બચ્ચનનો નંબર તેમના ફોનમાં ક્યા નામથી સેવ કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK