આ છે અનુષ્કાની ફેવરિટ ઍક્સેસરી
આ છે અનુષ્કાની ફેવરિટ ઍક્સેસરી
અનુષ્કા શર્માએ જણાવ્યું છે કે તેની ફેવરિટ ઍક્સેસરી કઈ છે. ૧૧ જાન્યુઆરીએ તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. અનુષ્કાએ પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તે મોબાઇલ સામે પોઝ આપી રહી છે. તેના ખભા પર બાળકનું મોં લૂછવા માટે ઉપયોગમાં લેવાતો રૂમાલ દેખાઈ રહ્યો છે. એ કપડાને બર્પ કહેવામાં આવે છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે હાલમાં આ છે મારી ફૅવરિટ ઍક્સેસરી - બર્પ ક્લૉથ.