Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા

તૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા

19 July, 2019 08:26 PM IST | મુંબઈ

તૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા

તૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા

તૈમુર અલી ખાનને કિડનેપ કરવા માંગે છે બોલીવુડના આ અભિનેતા


નવાબ ખાનના ચિરાગ તૈમૂર અલી ખાનને સૌ કોઈ પસંદ કરે છે. સૈફ અને કરીનાનો દીકરો તૈમૂર બોલીવુડનો સૌથી ફેમસ સ્ટાર કિડ છે. તમને જણાવી દઈએ કે બોલીવુડનો એક એક્ટર તો એવો છે જે તૈમુરને કિડનેપ કરવા માંગે છે. આ એક્ટર બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ મલ્હોત્રા છે.

પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી લોકોને દીવાના કરનારા સિદ્ધાર્થીની ફિલ્મ જબરિયા જોડી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સિદ્ધાર્થની સાથે પરિણીતી ચોપરા પણ નજર આવશે. તમને જણાવી દઈએ કે આ જબરિયા જોડી ટીવી શો ધ કપિલ શર્મા શોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે પહોંચી હતી. જ્યાં કપિલે તેમને ઘણા મજેદાર સવાલો કર્યા હતા. જે વચ્ચે સિદ્ધાર્થે કહ્યું કે તેઓ તૈમુરને કિડનેપ કરવા માંગે છે.

સિદ્ધાર્થ આ ફિલ્મમાં ગુંડાની ભૂમિકામાં છે. જે દૂલ્હાઓને કિડનેપ કરે છે કપિલે તેમને સવાલ કર્યો કે જો તેમને અસલ જિંદગીમાં કોઈને કિડનેપ કરવાનો મોકો મળે તો તે કોણ હશે? જેના જવાબમાં સિદ્ધાર્થે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમુરનું નામ લીધું. જ્યારે પરિણીતિએ સૈફ અલી ખાનનું નામ લીધું હતું. તમને જણાવી દઈએ કે પરિણીતિ સૈફ અલી ખાનની બહુ મોટી ફેન છે.




સિદ્ધાર્થ અને પરિણીતિની ફિલ્મ જબરિયા જોડી 2 ઑગસ્ટે રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ બિહારી ગુંડાની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 08:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK