Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > Alt બાલાજીના કોડ Mની બીજી સીઝન પણ આવશે

Alt બાલાજીના કોડ Mની બીજી સીઝન પણ આવશે

24 February, 2020 01:08 PM IST | Ahmedabad

Alt બાલાજીના કોડ Mની બીજી સીઝન પણ આવશે

કોડ M

કોડ M


Alt બાલાજી અને ઝીફાઇવ સિરીઝ ‘કોડ M’ હિટ શો સાબિત થયો છે ત્યારે એકતા કપૂરે તેની બીજી સીઝનની જાહેરાત કરી છે. અક્ષય ચૌબે નિર્દેશિત આ મિલિટરી ડ્રામાનો કન્સેપ્ટ દર્શકોને પસંદ આવ્યો છે. અક્ષય ચૌબે ‘ઓયે લકી! લકી ઓયે!’ અને ‘કૅશ’ જેવી ફિલ્મોના અસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે.

‘કોડ M’માં જેનિફર વિન્ગેટ (સરસ્વતીચંદ્ર, બેહદ), તનુજ વીરવાણી (ઇનસાઇડ એજ), રજત કપૂર (ભેજા ફ્રાય, મૉન્સૂન વેડિંગ), સીમા બિસ્વાસ (બેન્ડિટ ક્વીન) વગેરે કલાકારો છે. શોની વાર્તા ઇન્ડિયન આર્મી લૉયર મોનિકા મહેરા (જેનિફર) આસપાસ ફરે છે જેને એક મિલિટરી એન્કાઉન્ટર કેસની તપાસ કરતી વખતે કોઈ ષડ્યંત્ર વિશે ખબર પડે છે. આ ઇન્વેસ્ટિગેશન બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય છે જેનાથી આખી ઇન્ડિયન આર્મી હચમચી જાય છે.



એકતા કપૂરે બીજી સીઝનની જાહેરાત કરતાં જણાવ્યું કે ‘કોડ M’ને મળેલા રિસ્પૉન્સને લીધે હું બહુ રોમાંચિત છું અને બીજી સીઝનમાં આ શોની ઇન્ટેન્સિટી-થ્રિલ વધશે એની ખાતરી આપું છું.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 01:08 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK