Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દબંગ 3માં કંઈ વિવાદિત નથી : સલમાન

દબંગ 3માં કંઈ વિવાદિત નથી : સલમાન

02 December, 2019 12:07 PM IST | Mumbai

દબંગ 3માં કંઈ વિવાદિત નથી : સલમાન

સલમાન ખાન અને પ્રભુ દેવા(તસવીર: PTI)

સલમાન ખાન અને પ્રભુ દેવા(તસવીર: PTI)


સલમાન ખાનનું માનવું છે કે ‘દબંગ 3’માં વિવાદ ઉપજાવે એવું કંઈ જ નથી. આ ફિલ્મ ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાનની સાથે જ સોનાક્ષી સિંહા, સઈ માંજરેકર અને અરબાઝ ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મના ગીત ‘હુડ હુડ દબંગ’માં સાધુ ગિટાર લઈને ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ દૃશ્યને લઈને ઉઠેલા વિવાદ વિશે સલમાને કહ્યું હતું કે ‘કોઈ મોટી ફિલ્મ જ્યારે પણ આવે છે ત્યારે એની સાથે વિવાદ પણ જોડાઈ જાય છે. આ વાતથી ખબર પડે છે કે એક મોટી ફિલ્મ આવી રહી છે અને એથી હું ખુશ છું. અમે વરીના હુસૈન સાથે ‘લવયાત્રી’ કરી હતી. એ વખતે પણ ફિલ્મનાં ટાઇટલને લઈને વિવાદ નિર્માણ થયો હતો. જોકે બાદમાં એ ઉકેલવામાં આવ્યો હતો. એથી મારું માનવું છે કે કન્ટ્રોવર્સીસ તો ઊભી થવાની જ છે અને એનું નિવારણ પણ થશે. મને નથી લાગતું કે ‘દબંગ 3’માં એવી કોઈ બાબત છે જેનાથી વિવાદ ઉભો થાય.’

સલમાનનું કહેવું છે કે હલકી પબ્લિસિટી માટે લોકો વિવાદ ઉભો કરે છે
સલમાનનું માનવું છે કે લોકો બે મીનિટની પબ્લિસીટી માટે અમારી ફિલ્મોને વિવાદમાં ધકેલી દે છે. તાજેતરમાં જ જનજાગૃતિ સમિતીએ ‘હુડ હુડ દબંગ’નાં ગીતમાં ભગવા પહેરેલા સાધુઓને ગિટાર સાથે ડાન્સ કરતાં જોઈને વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ તેમણે આ ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની પણ માગણી કરી હતી. ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર #BoycottDabangg3 ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. એ ગીત સંદર્ભે સલમાને કહ્યું હતું કે ‘ગીત ‘હુડ હુડ દબંગ’ શરૂઆતથી જ અમારું રહ્યું છે. લોકો માત્ર બે મિનિટની પબ્લિસિટી માટે અમારી સાથે પોતાને જોડી દે છે. એનાં માધ્યમથી તેઓ થોડી પબ્લિસિટી મેળવવા માગે છે અને તેમને એ પબ્લિસિટી મળે પણ છે. કેટલાક ફૅન્સ પણ તેમને સપોર્ટ કરે છે. જોકે એ સારી બાબત છે. એની સાથે મારે કોઈ વાંધો પણ નથી.’



આનંદ એલ. રાયની ફિલ્મમાં દેખાશે સલમાન-સારા?
આનંદ એલ. રાયની આગામી ફિલ્મમાં સલમાન ખાન અને સારા અલી ખાન સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. સલમાન હાલમાં ‘દબંગ 3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યાર બાદ તે ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું શૂટિંગ કરશે. એવુ સાંભળવા મળ્યુ છે કે ‘ઝીરો’નાં ડિરેક્ટર આનંદ એલ. રાયે સલમાન અને સારા સાથે ફિલ્મ વિશે ચર્ચા પણ કરી છે. સારા હાલમાં જ આનંદ એલ. રાયની ઑફિસની બહાર પણ જોવા મળી હતી. સારાએ ડિરેક્ટર્સનું લિસ્ટ બનાવ્યું છે. આ ડિરેક્ટર્સમાં આનંદ એલ. રાયનો પણ સમાવેશ થાય છે. તેને જ્યારે ખબર પડી કે આનંદ એલ. રાય સલમાનને લઈને ફિલ્મ બનાવવા માગે છે ત્યારે તે તેમને મળવા માટે પહોંચી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2019 12:07 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK