કાશ મેં ડિવૉર્સ લેતાં પહેલાં વિચાર્યું હોત : દીપ્તિ નવલ

Published: 30th January, 2013 05:39 IST

૨૦૦૨ની સાલમાં પતિ પ્રકાશ ઝાથી છૂટા પડ્યા પછી હવે દીપ્તિ નવલને પોતાનો નિર્ણય ઉતાવળિયો લાગે છેદીપ્તિ નવલનાં પ્રકાશ ઝા સાથેનાં લગ્નનો અંત તો ઘણાં વર્ષો પહેલાં આવી ગયો, પણ હવે તે આ સંબંધ બાબતે કંઈક જુદું જ માને છે. તે પસ્તાવા સાથે સ્વીકારે છે કે આ સંબંધને ટકાવવા માટે તેણે થોડીક એકસ્ટ્રા મહેનત કરી હોત તો સારું થાત. દીપ્તિ કહે છે, ‘પ્રકાશજી અને મારો કદી ઝઘડો પણ નહોતો થયો. કોઈ કડવાશ પણ નહોતી, પણ અમને લાગેલું કે અમારા જીવનના રસ્તાઓ અલગ છે. તેઓ દિલ્હી ગયા અને હું અહીં જ રહી, કેમ કે મારી ઍક્ટિંગ-કરીઅર અહીં જ હતી.’

હવે આટલાંબધાં વર્ષો વીતી ગયાં પછી દીપ્તિ નવલ કહે છે, ‘હવે હું જ્યારે મારા નિર્ણયને ફરીથી તપાસું તો મને લાગે છે કે અગર એ વખતે મેં થોડોક સમય આપ્યો હોત તો... ! હું ઇન્ડિયા ઍક્ટિંગ માટે જ આવેલી. લગ્નની કિંમત મને બહુ પાછળથી સમજાઈ. તમારી સામે જ એક ટૅલન્ટેડ અને ખૂબ જ સારો માણસ છે. છતાં એ તબક્કે મને મારો નિર્ણય જ સાચો લાગેલો. હવે મારો દૃષ્ટિકોણ જુદો છે. પણ હવે હું આગળ વધી ગઈ છું. મારામાં પ્રવાહથી વિરુદ્ધમાં જઈને મારી પસંદગીઓની કિંમત ચૂકવવાની હિંમત છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK