શાહરૂખ ખાનની ડૉન 3ને લઈને આવ્યા ખરાબ સમાચાર

Updated: Jun 24, 2019, 17:17 IST | મુંબઈ

કિંગ ખાનના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. જે તેની આગામી ફિલ્મ ડૉન 3ને લઈને છે.

શાહરૂખ ખાનની ડૉન 3ને લઈને આવ્યા ખરાબ સમાચાર
શાહરૂખ ખાનની ડૉન 3ને લઈને આવ્યા ખરાબ સમાચાર

ચાહકોએ શાહરૂખ ખાન(Shah Rukh Khan)ને મોટા પડદે જોવા માટે હજુ વધુ રાહ જોવી પડશે. શાહરૂખ ખાનની ડૉન સીરિઝની ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવી હતી. અને તેની આગામી ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હવે આ ફિલ્મને લઈને ખરાબ સમાચાર આવ્યા છે. જેના અનુસાર આ ફિલ્મ હાલમાં નહીં બને.

ડૉન સીરિઝની ફિલ્મો શાહરૂખ ખાનની ખૂબ જ પસંદ કરવામાં આવતી ફિલ્મોમાંથી એક છે. દર્શકો તેના આગામી ભાગ ડોન 3ની રાહ જોઈ રહ્યા છે. જો કે એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર આ ફિલ્મ હમણા નહીં બને. સમાચાર પત્રએ ફરહાન અખ્તર(Farhan Akhtar) સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ફરહાન પાસે ડૉન 3ની કોઈ જ સ્ક્રિપ્ટ જ નથી. સાથે જ તેની પાસે આ ફિલ્મ કેવી હશે તેનો કોઈ આઈડિયા પણ નથી.

ફરહાન અખ્તર હાલ પોતાની અભિનય અને સંગીતના કરિયરમાં વ્યસ્ત છે. ફરહાન અખ્તરે 9 વર્ષોથી કોઈ ફિલ્મનું નિર્દેશન નથી કર્યું જેથી હાલ આ ફિલ્મ બનવી મુશ્કેલ જણાઈ રહી છે.

આ પણ વાંચોઃ શાહરુખ ખાન થયા બેરોજગાર, માન્યું કે હાથમાં નથી કોઈ કામ

ફરહાન અખ્તરના એક મિત્રએ જણાવ્યું હતું કે ફરહાન પોતાની કરિયરના આ પડાવ પર કોઈ ફિલ્મ નિર્દેશિત નથી કરવા માંગતા. હાલ તેઓ રાકેશ ઓમપ્રકાશ મહેરા(Rakeysh Omprakash Mehra)ની ફિલ્મ તૂફાનની તૈયારીઓમાં જોડાયેલા છે. જે તેને 2020 સુધી વ્યસ્ત રાખશે. હાલમાં જ ફરહાને શોનાલી બોઝની ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. એવામાં હાલ ફરહાન અખ્તર ડાયરેક્ટર બને છે મુશ્કેલ લાગી રહ્યું છે.

શાહરૂખને નથી કરવી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે હંમેશા કોઈ એક્ટરની કોઈ ફિલ્મ રિલીઝ થાય, ત્યાર બાદ તે આગામી ફિલ્મનીતૈયારી કરતા હોય છે, પરંતુ શાહરુખ ખાન સાથે હાલ પરિસ્થિતિ જુદી છે. શાહરુખ ખાન પોતાની જાતને આમ નથી કરવા દઈ રહ્યા. તેમને લાગી રહ્યું છે કે તેમણે કેટલોક સમય આમ જ પસાર કરવો જોઈએ. શાહરુખનું કહેવું છે કે તેમને ફિલ્મો જોવી છે, વાર્તાઓ સાંભળવી છે, વાંચવું છે. આ ઉપરાંત તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા ઈચ્છી રહ્યા છે. એટલે જ શાહરુખ ખાન કોઈ ફિલ્મમાં કામ નથી કરી રહ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK