Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ...તો આર્યાના લીડ રોલમાં કાજોલ જોવા મળી હોત!

...તો આર્યાના લીડ રોલમાં કાજોલ જોવા મળી હોત!

12 June, 2020 11:37 PM IST | Mumbai
Nirali Dave

...તો આર્યાના લીડ રોલમાં કાજોલ જોવા મળી હોત!

કાજોલ

કાજોલ


હૉટસ્ટાર સ્પેશ્યલ સિરીઝ ‘આર્યા’થી સુસ્મિતા સેન લાંબા સમય બાદ કમબૅક કરી રહી છે. સુસ્મિતાના ચાહકો ઉપરાંત અન્ય કલાકારોને પણ ‘આર્યા’નું ટ્રેલર ગમ્યું છે અને સુસ્મિતાને પાવરફુલ રોલમાં જોવા માટે તેઓ આતુર છે. ક્રાઇમ થ્રિલર ‘આર્યા’ મૂળ ડચ સિરીઝ ‘પેનોઝા’ની રીમેક છે અને આ સિરીઝને ‘નીરજા’ ફેમ ડિરેક્ટર રામ માધવાણી ડિરેક્ટ કરી રહ્યા છે. જોકે ‘આર્યા’ના લીડ રોલ માટે ડિરેક્ટરની પહેલી પસંદગિ સુસ્મિતા નહીં, કાજોલ હતી.
રામ માધવાણી ‘આર્યા’ માટે કોઈ એવી ઍક્ટ્રેસની શોધમાં હતા જેની સ્ક્રીન-પ્રેઝન્સ દમદાર હોય અને એક અદ્ભુત અભિનેત્રી હોય. બહુ પહેલાં કાજોલને જ્યારે આ સિરીઝની સ્ટોરીલાઇન સંભળાવવામાં આવી ત્યારે તે આ રોલ માટે તૈયાર થઈ ગઈ હતી. બધું ફાઇનલ થવા પર હતું ત્યાં છેલ્લી ઘડીએ વ્યક્તિગત કારણસર કાજોલે આ રોલ કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ થોડો સમય આ પ્રોજેક્ટનું કામ અભેરાઈએ ચડી ગયું અને રામ માધવાણીને સુસ્મિતા સેનના રૂપમાં તેમની ‘આર્યા’ મળી ગઈ. ૧૯ જૂને ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી ‘આર્યા’માં સુસ્મિતા સેન ઉપરાંત ચંદ્રચૂડ સિંહ, સિકંદર ખેર, નમિત દાસ જેવા ઍક્ટર્સ છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2020 11:37 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK