Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ...તો કાજલ અગ્રવાલ બાહુબલી ફિલ્મના હીરો પ્રભાસને પરણી ગઈ હોત

...તો કાજલ અગ્રવાલ બાહુબલી ફિલ્મના હીરો પ્રભાસને પરણી ગઈ હોત

13 May, 2020 08:57 PM IST | Mumbai
Ashu Patel

...તો કાજલ અગ્રવાલ બાહુબલી ફિલ્મના હીરો પ્રભાસને પરણી ગઈ હોત

...તો કાજલ અગ્રવાલ બાહુબલી ફિલ્મના હીરો પ્રભાસને પરણી ગઈ હોત


મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અને  હિન્દી ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં પણ સફળતા મેળવી ચૂકી છે, પરંતુ તેણે બૉલીવુડમાં સફળતા મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી. 

કાજલે ૨૦૦૪માં સૌપ્રથમ બોની કપૂર નિર્મિત અને સમીર કર્ણિક દિગ્દર્શિત ફિલ્મ ‘ક્યું! હો ગયા ના’ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની ફ્રેન્ડ તરીકે નાનકડો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં વિવેક ઑબેરૉય, ઐશ્વર્યા રાય, દિયા મિર્ઝા અને અમિતાભ બચ્ચને મુખ્ય પાત્ર ભજવ્યાં હતાં. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તક ન મળી એટલે કાજલે દક્ષિણ તરફ નજર દોડાવી હતી. તેણે સૌપ્રથમ ‘લક્ષ્મી કલ્યાણમ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો, પરંતુ એનાથી તેને કોઈ ખાસ ફાયદો થયો નહોતો. એ પછી તેણે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. છેવટે તેને ‘મગાધીરા’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને કાજલ અગ્રવાલનું નામ જાણીતું થઈ ગયું હતું. એ પછી તેણે દક્ષિણની ઘણીબધી ફિલ્મો કરી અને નોંધપાત્ર સફળતા મેળવી.



દક્ષિણની ફિલ્મ્સ-ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન જમાવ્યા બાદ તેને વર્ષો પછી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન તરીકે ચમકવાની તક મળી હતી. તેને અજય દેવગનની હિરોઇન તરીકે ‘સિંઘમ’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એ પછી ‘સ્પેશિયલ 26’માં તે અક્ષયકુમારની હિરોઇન બની હતી. એ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર હિટ સાબિત થઈ હતી. 


કાજલ ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાતી રહી છે. એક તબક્કે એફએચએમ મૅગેઝિનના કવર પર તેની ટૉપલેસ તસવીર છપાઈ હતી અને વિવાદ થયો હતો. એ વખતે કાજલે બચાવ કર્યો હતો કે મેં આવી કોઈ તસવીર ખેંચાવી જ નથી. એ પછી એક ઉત્તર ભારતીય રાજકીય નેતા સાથે તેનું નામ જોડાયું હતું. એ વખતે વિવાદ જાગ્યો હતો કે કોઈ એક પાર્ટીમાં તે એક રાજકીય નેતાને મળી હતી અને તે રાજકીય નેતા સાથે તેનો અફેર શરૂ થઈ ગયો હતો. ખાનગીમાં તે એ નેતાને મળતી હતી એવી પણ વાત બહાર આવી હતી. 

કાજલ ‘બાહુબલી’ના હીરો પ્રભાસના પ્રેમમાં પડી હતી અને બન્ને વચ્ચે અફેરની શરૂઆત થઈ હતી. જોકે એ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું, નહીં તો એક તબક્કે બન્ને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ આગળ વધ્યો હોત તો કાજલ પ્રભાસને પરણી ગઈ હોત.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2020 08:57 PM IST | Mumbai | Ashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK