ગુરમીત ચૌધરીનું કહેવું છે કે તેની હૉરર ફિલ્મ ‘ધ વાઇફ’ તેને માટે એક બેબી જેવી છે. આ અર્બન હૉરર ફિલ્મને સર્મદ ખાને ડિરેક્ટ કરી છે. ગુરમીત સાથે સયાની દત્તા પણ જોવા મળશે. તમામ કલાકારો અને ટીમે મહામારી વચ્ચે શૂટિંગ પૂરું કર્યું હતું. હાલમાં ફિલ્મનું ડબિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ વિશે ગુરમીતે કહ્યું કે ‘ગયું વર્ષ આપણા બધા માટે કપરું હતું. એક વર્ષ પહેલાં અમે શૂટિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ લૉકડાઉનને કારણે શૂટિંગ અટકી પડ્યું હતું. જોકે અમે આ મહામારીની વચ્ચે તમામ પડકારોને મહાત આપીને શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ અમારા માટે રોલર-કોસ્ટર રાઇડ હતી. આ ફિલ્મ મારા માટે બેબી સમાન છે અને હવે એ બેબી મોટું થઈ ગયું છે. દર્શકોને દેખાડવા માટે તૈયાર થઈ ગયું છે એથી એ મારા માટે ઇમોશનલ ફીલિંગ છે.’
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST