યે હૈ ચાહતેનો વિલન બદલાયો

Published: Dec 05, 2019, 12:01 IST | Mumbai

સમાચાર હતા કે, ‘યે હૈ ચાહતે’માં લીડ નેગેટિવ રોલમાં અભિનેતા ઝેબી સિંહ છે પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે તે પાત્ર છેલ્લે બાલાજી ટેલીફિલ્મ્સની ‘કસૌટી ઝિંદગી કી’માં દેખાયેલો અભિનેતા સિદ્ધાર્થ શિવપુરી ભજવશે.

યે હૈ ચાહતે
યે હૈ ચાહતે

૨૦૧૩થી સ્ટાર પ્લસ પર શરૂ થયેલા શો ‘યે હૈ મહોબ્બતે’નો સ્પિન-ઑફ ‘યે હૈ ચાહતે’ ૧૯ ડિસેમ્બરથી શરૂ થવાનો છે. મંજુ કપૂરની નૉવેલ ‘કસ્ટડી’ પર આધારિત ‘યે હૈ મહોબ્બતે’માં બે
જુદા-જુદા કલ્ચરમાંથી આવતા રમણ ભલ્લા અને ડૉ. ઇશિતા ઐયરની વાત હતી. રમણ ભલ્લાનું પાત્ર કરણ પટેલ અને ડૉ. ઇશિતા ઐયરનું પાત્ર દિવ્યાંકા ત્રિપાઠી ભજવી રહ્યા છે. હવે ‘યે હૈ ચાહતે’માં ઇશિતાની ભત્રીજી પ્રિશા ઐયરનું પાત્ર ડેવલપ કરવામાં આવશે. તે પાત્ર ‘કાલ ભૈરવ રહસ્ય’ અને ‘તંત્ર’ જેવી સુપરનેચરલ સિરીયલમાં દેખાયેલી અભિનેત્રી સર્ગુન કૌર લુથરા ભજવી રહી છે.સર્ગુન સાથે મેલ લીડમાં અબરાર કાઝી છે જે રિશી ધૂપરના પાત્રમાં છે.
સમાચાર હતા કે, ‘યે હૈ ચાહતે’માં લીડ નેગેટિવ રોલમાં અભિનેતા ઝેબી સિંહ છે પરંતુ હવે કહેવાઈ રહ્યું છે કે તે પાત્ર છેલ્લે બાલાજી ટેલીફિલ્મ્સની ‘કસૌટી ઝિંદગી કી’માં દેખાયેલો અભિનેતા સિદ્ધાર્થ શિવપુરી ભજવશે. ‘યે હૈ મહોબ્બતે’એ 6 વર્ષ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે અને તે માટે જ બાલાજી ટેલીફિલ્મ્સ તેનું સ્પિન-ઑફ કરી રહ્યું છે. ‘કસૌટી ઝિંદગી કી’ ઉપરાંત નાગિન, કૃષ્નાદાસી અને પિયા બસંતીમાં પણ ચમકી ચૂકેલા સિદ્ધાર્થનું નેગેટિવ પાત્ર દર્શકોને કેવું લાગે છે તે જોવું રહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK