સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને એ વાતની પરવાનગી આપી છે કે ફિલ્મની ભાષા પ્રમાણે ફિલ્મનાં ટાઇટલ આપી શકાશે. હિન્દી, સાઉથ ઇન્ડિયન અને અન્ય રીજનલ ભાષાઓનાં ફિલ્મમેકર માટે આ એક ગુડ ન્યુઝ છે. મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ઑફ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાનો જ એક ભાગ છે સીબીએફસી. એ વિશે વધુ માહિતી આપતાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસ રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે ‘મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગે ૧૯૮૩ના સિનેમૅટોગ્રાફ રૂલ્સના એક નિયમ ૨૨ મુજબ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે હવેથી ફિલ્મની જે ભાષા હોય એ પ્રમાણે ટાઇટલ, કાસ્ટિંગ્સ અને ક્રેડિટ્સ આપી શકાશે. સાથે જ અપીલકર્તાની ઇચ્છા મુજબ તે અન્ય ભાષામાં પણ ટાઇટલ દેખાડી શકે છે.’
પગમાં શું થયું આદિત્ય નારાયણને?
2nd March, 2021 12:32 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 ISTકિન્નર સમાજનાં ગુરુમાના આશીર્વાદ લીધા રુબીના દિલૈકે
2nd March, 2021 11:57 ISTઈજાગ્રસ્ત લોકો માટે યોગની ટિપ્સ આપી શિલ્પાએ
2nd March, 2021 11:54 IST