'ધ ટેસ્ટ કેસ'ની બીજી સીઝન આવશે

Published: Aug 07, 2020, 11:55 IST | Nirali Dave | Mumbai

ડ્રામા-થ્રિલર ‘ધ ટેસ્ટ કેસ’માં ઇન્ડિયન આર્મી જૉઇન કરનારી મહિલા ઑફિસરના સંઘર્ષની વાત છે: નિમરત કૌર લીડ રોલ ભજવી રહી છે

અલ્ટ બાલાજી અને ઝીફાઇવની સિરીઝ ‘ધ ટેસ્ટ કેસ’ની પહેલી સીઝનને સારો પ્રતિસાદ મળતાં હવે બીજી સીઝનને આવકારવામાં આવી છે. ૨૦૧૭માં રિલીઝ થયેલી આ ડ્રામા-થ્રિલર સિરીઝને ‘ઇકબાલ’ અને ‘ડોર’ ફેમ ડિરેક્ટર નાગેશ કુકુનૂર તેમ જ ‘ગઝની’, ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા વિનય વૈકુલે ડિરેક્ટ કરી છે. આ મિલિટરી ડ્રામામાં નિમરત કૌર (ધ લંચબૉક્સ) લીડ રોલમાં છે. સ્પાય-ડ્રામા જોનરની ‘ધ ટેસ્ટ કેસ’ ઇન્ડિયન આર્મીમાં પહેલી મહિલા ઑફિસરના સંઘર્ષની વાત છે, જેમાં  દેશભક્તિ અને યુદ્ધ જોવા મળે છે. બીજી સીઝનની વાર્તા કાશ્મીરની પૃષ્ઠભૂમિમાં આકાર લેશે.  એક બુદ્ધિશાળી અને કાબેલ ઑફિસર હોવા છતાં કૅપ્ટન શિખા શર્મા (નિમરત કૌર) આર્મીમાં એકમાત્ર મહિલા હોવાથી પુરુષપ્રધાન ફીલ્ડમાં અનેક પૂર્વગ્રહોનો સામનો કરે છે અને ‘ધ ટેસ્ટ કેસ’માં પોતાને સાબિત કરવા મથે છે. નિમરત ઉપરાંત જુહી ચાવલા, અતુલ કુલકર્ણી, રાહુલ દેવ, અનુપ સોની, અક્ષય ઑબેરૉય જેવા જાણીતા કલાકારો પણ સિરીઝમાં મહત્ત્વનો રોલ કરી રહ્યાં છે. ‘ધ ટેસ્ટ કેસ 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK