ટીવી ઍક્ટર આશિષ કૌલને વેબ-સિરીઝ ‘બ્લડી વિશ’ની સ્ટોરી વર્તમાનમાં જે પ્રકારનું કન્ટેન્ટ રિલીઝ થાય છે એને મળતી આવે છે. આ હૉરર વેબ-સિરીઝને વિશાલ રૉયે ડિરેક્ટ કરી છે. શોમાં આશિષની સાથે સોબોર્ની રૉય અને ચાઇલ્ડ આર્ટિસ્ટ તન્વી ચૌહાણ પણ લીડ રોલમાં જોવા મળશે. આ શો ડિજિફ્લિક્સ ટીવી પર રિલીઝ થશે. શો વિશે ડિરેક્ટર વિશાલ રૉયે કહ્યું હતું કે ‘હૉરર જોનર મને હંમેશાંથી એક્સાઇટ કરે છે. એથી મને જ્યારે સ્ટોરી પર કામ કરવાની તક મળી તો સૌથી પહેલાં મારા દિમાગમાં હૉરરનો જ વિચાર આવ્યો હતો. આ સ્ટોરી શરૂઆતમાં લાલચની આસપાસ ફરે છે અને બાદમાં લોકો પૈસાની લાલચમાં તમામ હદ પાર કરે છે.’
તો આ શો વિશે આશિષે કહ્યું હતું કે ‘મેં જ્યારે આની સ્ટોરી સાંભળી તો મને એ હાલમાં રિલીઝ થનારી વેબ-સિરીઝની સ્ટોરી સાથે મળતી આવે છે એવું લાગ્યું છે.’
'તાંડવ' વિવાદ બાદ મુંબઇ પહોંચી UP પોલીસ, આ મામલે થશે પૂછપરછ
20th January, 2021 11:15 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 IST