ધ સ્કાઈ ઇઝ પિંક રિવ્યૂઃ બોલીવુડ ડ્રામાથી હટકે છે ફિલ્મ, દિલને સ્પર્શી જશે વાત

Updated: Oct 10, 2019, 11:16 IST | પરાગ છાપેકર | મુંબઈ

વાંચો પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંક ફિલ્મનો રિવ્યૂ. અન્ય બોલીવુડ ફિલ્મો કરતા હટકે છે આ ફિલ્મ..

ધ સ્કાઈ ઇઝ પિંકનું એક દ્રશ્ય
ધ સ્કાઈ ઇઝ પિંકનું એક દ્રશ્ય

કેટલીક ફિલ્મો નાજુક મિજાજની હોય છે, તેને જોવાનો અંદાજ પણ એટલો જ નાજુક હોવો જરૂરી છે. તેમાં ન તો કોઈ એક્શન હોય છે, ન તો ઠુમકા અને નાચગાન. આ ફિલમોની કહાનીમાં ન તો કોઈ અતિ નાટકીય વળાંકો પણ નથી હોત. હોય છે તો માત્ર કોમળ આત્મા જેને એટલી જ કોમળતા, સંવેદનશીલતા સાથે જોવું જરૂરી છે.

ધ સ્કાઈ ઇઝ પિંક કોઈ કાલ્પનિક કહાની નથી પરંતુ આ તોફાનથી દિલ્હીમાં રહેતો ચૌધરી પરિવાર ખરેખર પસાર થયો છે. આ કહાની છે નિરેન અને અદિતિની, જેને દીકરો ઈશાન અને દીકરી આયશા છે. તેઓ જિંદગીની એવી લડાઈ લડી રહ્યા છે જેને વિચારીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે. આ તમામ લોકો જીવન સાથેના એક અલગ જ સંઘર્ષની હકીકત જણાવે છે.

મસ્ત મૌલા મસ્તીખોર, ઘરની લાડલી ટીનએજર આયશા ચૌધરી બાળપણથી જ પલમોનરી ફાઈબ્રોસિસથી પરેશાન છે. એ તે તમામને ખબર છે છે કે તેની જિંદગી ઓછી છે પરંતુ તે જે રીતે જિંદગી જીવી રહી છે, પરંતુ લાંબી નથી પણ બહુ મોટી છે. અને અંતતઃ એ દિવસ આવે છે જ્યારે આયશાનું જાવાનું નક્કી થાય છે અને તે જતી રહી છે. જે બાદ પરિવાર કેવી રીતે તેનો સામનો કરે છે, એ કહાની છે ધ સ્કાઈ ઇઝ પિંકની.

ડાયરેક્ટર શોનાલી બોઝે આ રિયલ લાઈફની કહાનીને જે રીતે પડદા વપર ઉઠાવી છે તે વખાણવા લાયક છે. ફિલ્મમાં કોઈ એક પળમાં પણ ખોટી મોમેન્ટ નથી આવતી. દરેક ક્ષણ સાચી છે અને જિંદગી સાથે જોડાયેલી છે. એક અલગ પ્રકારની ટ્રીટમેન્ટ ફિલ્મને ખાસ બનાવે છે. અભિનયની વાત કરીએ તો પ્રિયંકા અદિતિના કિરદારમાં એ રીતે સમાઈ ગઈ છે જાણે તે ખરેખર અદિતિ ચૌધરી હોય. ત્યાં જ નિરેન ચૌધરીના કિરદારને ફરહાન અખ્તર ન્યાય આપી રહ્યા છે. આ સિવાય આયશા ચૌધરીના કિરદારમાં ઝાયરા વસીમ એકદમ પર્ફેક્ટ છે.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

તો ઈશાન બનેલા રોહિત સરાફ પણ નોંધપાત્ર છે અને તે આવનારા સમયમાં વધુ પણ સારું કામ કરી શકે છે. કુલ મળીને ધ સ્કાઈ ઇઝ પિંક એક ખૂબસુરત ફિલ્મ છે. જ્યારે તમે તેનો જોશો તો દિમાગમાં બોલીવુડ મસાલા ફિલ્મ લઈને ન જશો નહીં તો તમે નિરાશ થશો. તમે આ ફિલ્મની મજા ત્યારે જ લઈ શકશો જ્યારે માત્ર તેના સાક્ષી બનીને તેને જોવાનું શરૂ કરો અને અજાણતા જ ચૌધરી પરિવારના જીવનનો ભાગ બની જાઓ. સંવેદનશીલતાની સાથે જાઓ અને આસમાનને ગુલાબી રંગથી રંગી દો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK