રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’નો સેકન્ડ લુક જાહેર થયો, આવતા વર્ષે રીલિઝ થશે

Published: Sep 11, 2019, 20:30 IST | Mumbai

બોલીવુડ અને ખાસ કરીને સાઉથ ભારતમાં દિગ્ગજ ગણાતા રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મનો તેમનો સેકન્ડ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પોલીસ ડ્રામામાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે.

દરબાર ફિલ્મમાં રજનીકાંત (PC : Lyca Production, Twitter)
દરબાર ફિલ્મમાં રજનીકાંત (PC : Lyca Production, Twitter)

Mumbai : બોલીવુડ અને ખાસ કરીને સાઉથ ભારતમાં દિગ્ગજ ગણાતા રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મનો તેમનો સેકન્ડ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પોલીસ ડ્રામામાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી પણ સામેલ છે જે નેગેટિવ રોલમાં છે. ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળ્યા છે. છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.આ પણ જુઓ : રાનૂ મંડલ અને હિમેશનું ગીત 'તેરી મેરી કહાની' રીલિઝ, જુઓ તસવીરો

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે જેને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી બિઝનેસમેનના વિલનના રોલમાં છે. ફિલ્મમાં રજનીકાંત અને સુનિલ શેટ્ટી વચ્ચે મેજર ફેસ ઓફ જોવા મળશે. સુનિલ શેટ્ટીએ અગાઉ પણ ઘણી સાઉથ ફિલ્મો કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK