૩૦૦ કારીગરોએ બનાવી દ્રૌપદીના સ્વંયંવરની એક સાડી

Published: Jul 31, 2020, 22:34 IST | Agencies | Rajkot

દ્રૌપદીના સ્વયંવરમાં દ્રૌપદી બનેલી ઈશિતા ગાંગુલીએ જે સાડી પહેરી છે એ સાડી પર આટલા કારીગરોએ કામ કર્યું હતું

સ્ટાર ભારત પર આવતી ‘રાધાકૃષ્ણ’માં આવતા વીકથી દ્રૌપદી સ્વયંવરની વાત આવવાની છે, જેમાં દ્રૌપદીએ જે કૉસ્ચ્યુમ પહેર્યા છે એ કૉસ્ચ્યુમ બીજા કોઈએ નહીં, ફિલ્મ ‘પદ્‍માવત’માં દીપિકા પાદુકોણના કૉસ્ચ્યુમ તૈયાર કરનાર અંજુ મોદી જ છે. દ્રૌપદી એટલે કે ઈશિતા ગાંગુલી માટે તૈયાર કરવામાં આવેલા મૅરેજના કૉસ્ચ્યુમ માટે કુલ ૩૦૦ કારીગરોએ કામ કર્યું છે. આ કૉસ્ચ્યુમમાં સૃષ્ટિને દર્શાવવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેટી હોમ્સ અને પ્રિયંકા ચોપડા પર ઈશિતાએ ૨૫ મીટર લાંબો દુપટ્ટો સ્વયંવર દરમ્યાન રાખ્યો છે. અત્યાર સુધીના સૌથી લાંબા એવા આ દુપટ્ટાને સાચવવાનું કામ અતિશય અઘરું હતું એટલે ઈશિતાએ દુપટ્ટા સાથે રહેવાની પ્રૅક્ટિસ બે દિવસ સુધી કરવી પડી હતી.
આ ઉપરાંત ઈશિતા ગાંગુલીએ સ્વયંવર દરમ્યાન ૨૦ કિલો જ્વેલરી પહેરી છે. આ જ્વેલરી મેટલની બનાવવામાં આવી હતી. જ્વેલરી અને કૉસ્ચ્યુમ બન્નેના સંયુક્ત વજનની વાત કરીએ તો સ્વયંવર માટે ઍક્ટ્રેસ ઈશિતા ગાંગુલીએ ૪૮ કિલો વજન ઉપાડ્યું હતું. મજાની વાત એ છે કે ઈશિતાનું પોતાનું વેઇટ પણ એટલું જ છે, ૪૮ કિલો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK