રેખાએ પ્રમોટ કરેલા શોમાં રેખા જેવું જ પાત્ર

Updated: 9th October, 2020 00:14 IST | Mumbai Correspondent | Ahmedabad

ઐશ્વર્યા શર્મા સ્ટાર પ્લસના શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં પાખીનો રોલ કરી રહી છે જેનું કૅરૅક્ટર સિલસિલાની રેખાને મળતું આવે છે

ઐશ્વર્યા શર્મા
ઐશ્વર્યા શર્મા

સ્ટાર પ્લસ પર તાજેતરમાં શરૂ થયેલા શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની વાર્તા આઇપીએસ ઑફિસર વિરાટ ચૌહાણ (નીલ ભટ્ટ) પર કેન્દ્રિત છે જે પોતાની ફરજ પૂરી કરવા માટે પ્રેમનું બલિદાન આપે છે. વિરાટ પાખી (ઐશ્વર્યા શર્મા)ને પ્રેમ કરતો હોય છે, પણ પોતાનું કર્તવ્ય પૂરું કરવા માટે તેને એક શહીદની દીકરી સાઈ (આયશા સિંહ) સાથે લગ્ન કરવાં પડે છે. પાખીનું પાત્ર ભજવતી ઐશ્વર્યા શર્માનું કહેવું છે કે તેનું પાત્ર ક્લાસિક ફિલ્મ ‘સિલસિલા’ની રેખા જેવું છે. ‘પાખી એક મૅચ્યોર છોકરી છે. તે એક બ્લૉગર અને ફોટોગ્રાફર છે, જેને ટ્રાવેલ કરવાનું બહુ ગમે છે. ‘સિલસિલા’માં રેખાનું પાત્ર પણ એ જ પ્રકારનું છે. તે વિરાટને પ્રેમ કરે છે, પણ તેની સાથે પરણી નથી શકતી જેનાથી તેને દુઃખ થાય છે. મને પાખીનો લુક પણ બહુ ગમ્યો છે.’
રસપ્રદ વાત એ છે કે આ શોના પ્રોમોમાં ખુદ દિગ્ગજ અભિનેત્રી રેખા જોવા મળી છે. જોકે ફિલ્મી કલાકારો ટીવી-સિરિયલોને પ્રમોટ કરે એ નવું નથી. અગાઉ ‘કસૌટી ઝિંદગી કી 2’ને શાહરુખ ખાને પ્રેઝન્ટ કર્યો હતો અને ‘કહાં હમ કહાં તુમ’ સિરિયલમાં સૈફ અલી ખાન નેરેટર તરીકે જોવા મળ્યો હતો.

First Published: 8th October, 2020 23:36 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK