રોકી શકો તો રોકી લો...જીમીત ત્રિવેદી કરવા આવી રહ્યા છે 'ચીલઝડપ'

Published: Aug 08, 2019, 14:14 IST | ફાલ્ગુની લાખાણી | મુંબઈ

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપનું પોસ્ટર રીલિઝ થઈ ગયું છે. જેમાં જીમિત એક નવા જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

જીમીત ત્રિવેદી કરવા આવી રહ્યા છે 'ચીલઝડપ'
જીમીત ત્રિવેદી કરવા આવી રહ્યા છે 'ચીલઝડપ'

થઈ જાઓ તૈયાર...કારણ કે જીમિત ત્રિવેદી કરવા આવી રહ્યા છે ચીલઝડપ! રોકી શકો તો રોકી લો એમને..આ ચેલેન્જ ખુદ જીમિત ત્રિવેદીએ જ આપી છે કે તેઓ તો જઈ રહ્યા છે ચીલઝડપ પર. જો કોઈનામાં તેમની સ્પીડને મેચ કરવાની તાકાત હોય તો તેમને રોકીને બતાવે.

ના ના..જીમિત કોઈ લૂંટ કરવા કે ધાડ પાડવા નથી જઈ રહ્યા. આ તો તેમની આગામી ફિલ્મનું નામ છે 'ચીલઝડપ'. ફિલ્મના મોશન પોસ્ટર બાદ હવે કેરેક્ટર પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં જીમિત એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. ચશ્મા અને મૂછ સાથે જીમિત ડેશિંગ લાગી રહ્યા છે. ફિલ્મમાં પોતાના લૂક વિશે Gujaratimidday.com સાથે વાત કરતા જીમિત રહે છે કે, 'આ ફિલ્મમાં મારા પાત્ર અને તેની પૃષ્ઠભૂમિના આધારે અલગ અલગ લૂક અમે ટ્રાય કર્યા હતા. અંતે ડાયરેક્ટર સાથે ચર્ચા કરીને આ લૂક ફાઈનલ કરવામાં આવ્યો છે.'

થ્રીલર-કોમેડી ફિલ્મ છે ચીલઝડપ
ફિલ્મનું મોશન પોસ્ટર અને આજે રીલિઝ થયેલું પોસ્ટર જોયા બાદ ઉત્સુકતા એ છે કે આ ફિલ્મ કેવી હશે! ચીલઝડપ એક થ્રીલર કોમેડી ફિલ્મ છે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને સિધપુરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતી નાટક પરથી બની છે ફિલ્મ!
ધર્મેશ મહેતા ડિરેક્ટેડ ફિલ્મ 'ચીલ ઝડપ' 6 સપ્ટેમ્બરે રીલિઝ થવા જઈ રહી છે. આ મહિનામાં જ ફિલ્મના વધુ પોસ્ટર અને ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવશે. જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અન હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે.

આ પણ જુઓઃ જૂનાગઢ જાઓ તો આ સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં હો..

ઉલ્લેખનીય છે કે ગુજ્જુ ભાઈ સિરીઝ અને પોલમપોલ પછી જીમિતની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે. આ સાથે જ જીમિત ભૂલભૂલૈયા, 102 નોટ આઉટ અને મર્દ કો દર્દ નહીં હોતા જેવી બોલીવુડ ફિલ્મો પણ કરી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK