બિગ બૉસની નવી સીઝન ડિસેમ્બર પહેલાં નહીં આવે

Published: Jun 30, 2020, 22:47 IST | Mumbai correspondent | Rajkot

જે પ્રકારના શૂટિંગના નિયમો છે એ જોતાં આ રિયલિટી શોનું શૂટ ઑક્ટોબરમાં શરૂ કરવું અઘરું હોવાથી શો પોસ્ટપોન થશે

બિગ બૉસ
બિગ બૉસ

કલર્સ ટીવીના સુપરહિટ રિયલિટી શો ‘બિગ બૉસ’ની નવી સીઝનને આ વર્ષે લૉકડાઉનનું ગ્રહણ બરાબરનું નડી જવાનું છે, જેને લીધે શો ઑલમોસ્ટ દોઢથી બે મહિના પાછળ જાય એવા પણ પૂરતા ચાન્સિસ છે. બન્યું છે એવું કે આ શોનું પ્રૅક્ટિક્લ શૂટિંગ શક્ય ન બને એ પ્રકારના નિયમો અત્યારે ગવર્નમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે. સોળ લોકો એક જ ઘરમાં રહે તો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે કરવું એ પ્રશ્ન છે તો સાથોસાથ એ પણ પ્રશ્ન છે કે અંદરની ચીજવસ્તુઓને સૅનિટાઇઝ કઈ રીતે કરતા રહેવી. 

‘બિગ બૉસ’ની ચૌદમી સીઝનનું શૂટ ઑક્ટોબરમાં શરૂ થવાનું હતું. આ સીઝનમાં તેર સેલિબ્રિટી અને ત્રણ કૉમનમૅનને લાવવાનું પ્લાનિંગ કરવામાં આવતું હતું, પણ હવે એને અટકાવી દેવામાં આવ્યું છે. પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ બન્નેની ઇચ્છા છે કે શોનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવું અને હમણાં રાહ જોવી. ઑક્ટોબરમાં શૂટ શરૂ કરવાનું હોય તો જુલાઈમાં એનું કામ શરૂ કરી દેવું પડે, પણ પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ બન્નેની સહમતી હોવાથી અત્યારે કામ શરૂ કરવામાં નહીં આવે અને ‘બિગ બૉસ’ના ફૅન્સે આ વખતે આ રિયલિટી શોની દોઢથી બે મહિના વધારે રાહ જોવી પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK