ઍન્ડ ટીવીના સુપરહિટ શો ‘ભાભીજી ઘર પર હૈ’માંથી સૌમ્યા ટંડને વિદાય લઈ લીધી અને તેના સ્થાને નેહા પેંડસે ફાઇનલ થઈ ગઈ, પણ હજી સુધી નવાં અનીતાભાભી એટલે કે નેહાની શોમાં એન્ટ્રી નથી થઈ, પણ હવે ફાઇનલી નક્કી થઈ ગયું છે કે અનીતાભાભી આ શોમાં સોમવારથી આવશે અને પતિ વિભૂતિ સાથે તે વૅલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરશે. અફકોર્સ અનીતાભાભી પાછળ મદહોશ થઈને ફરતા વિભૂતિ માટે પણ આ દિવસ યાદગાર અને ખાસ છે એટલે એ આ વૅલેન્ટાઇન સેલિબ્રેશન કોઈ પણ હિસાબે કૅન્સલ કરાવવાના કીમિયા શોધ્યા કરે છે, પણ એમાં કારગત નીવડશે કે નહીં એ તો અનીતાભાભી આવે એ પછી જ બધાને ખબર પડશે.
નેહા પેંડસેએ કહ્યું કે ‘જેટલું ઑડિયન્સ એક્સાઇટ છે એટલી જ હું એક્સાઇટ છું. લોકો સામે હું પહેલી વાર અનીતા બનીને આવીશ. લોકો સ્વીકારશે જ એનો મને વિશ્વાસ છે, પણ એમ છતાં હાર્ટબીટ્સ તો અત્યારે સુપરફાસ્ટ છે જ.’
દર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 ISTટીવી અને ફિલ્મોને જોડતી કડી છે ઓટીટી પ્લૅટફૉર્મ્સ
26th February, 2021 14:15 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 IST