Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Kapil Sharma Show:ગુજરાતી છોકરાની સમસ્યાનો વરુણ ધવને આપ્યો ઉકેલ

Kapil Sharma Show:ગુજરાતી છોકરાની સમસ્યાનો વરુણ ધવને આપ્યો ઉકેલ

16 April, 2019 02:07 PM IST | મુંબઈ

Kapil Sharma Show:ગુજરાતી છોકરાની સમસ્યાનો વરુણ ધવને આપ્યો ઉકેલ

કપિલના શૉમાં પહોંચી હતી કલંકની સ્ટારકાસ્ટ (Image Courtasy:Instagram)

કપિલના શૉમાં પહોંચી હતી કલંકની સ્ટારકાસ્ટ (Image Courtasy:Instagram)


કપિલ શર્માનો શૉ TRPથી લઈને જુદા જુદા કારણોસર ચર્ચામાં રહે છે. જો કે તાજેતરમાં જ કલંકની સ્ટારકાસ્ટ જ્યારે ફિલ્મને પ્રમોટ કરવા માટે કપિલના શૉમાં પહોંચી તો કંઈક એવું બન્યું કે વરુણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ તમામ લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

કપિલ શર્માના શોમાં એક ગુજરાતી યુવક પહોંચ્યો અને તેણે વરુણ ધવનને પોતાનો સવાલ પૂછ્યો. આ સવાલ કંઈક એવો હતો કે વરુણ, આલિયા, આદિત્ય, સોનાક્ષી અને કપિલ તમામ લોકો સવાલ સાંભળીને જ ખડખડાટ હસી પડ્યા. ઘટના કંઈક એવી હતી કે પેરિન કાલરિયાએ વરુણ ધવનને તેનું જ ગીત 'ગણપતિ બાપ્પા મોરિયા, પરેશાન કરે છોરિયાં' ગીત યાદ કરાવીને કહ્યું કે મને બહુ બધી છોકરીઓ એક સાથે મળે તો પ્રોબ્લેમ થાય છે. વરુણ ધવને પેરિનની આ સમસ્યાનો ઉકેલ આપ્યો, પણ આ તમામ ઘટનાએ પ્રેક્ષકોની સાથે સાથે કલંકની સ્ટારકાસ્ટને હસાવીને લોટપોટ કરી દીધા. 



જુઓ વીડિયો



 

પેરિનના સવાલ બાદ વરુણ ધવને તેને સ્ટેજ પર બોલાવ્યો અને સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટની વચ્ચે બેસાડી પૂછ્યુ કે હવે કેવું લાગે છે. પછી વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર પણ પેરિનની સાથે સોફા પર બેસી ગયા. બાદમાં વરુણ ધવને પેરિનને ભણવા પર ધ્યાન આપવાની સલાહ આપી.

આ પણ વાંચોઃ Geeta Rabari:5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

પેરિન કાલરિયા મૂળ ગોંડલનો છે અને હાલ તે મુંબઈમાં એક્ટિંગ શીખી રહ્યો છે. આ ઘટના બાદ પેરિન વરુણ ધવનનો ફૅન બની ચૂક્યો છે. પેરિને કહ્યું કે વરુણ ધવન મસ્ત વ્યક્તિ છે, ફ્રેન્ડલી છે, જરાય સ્ટારડમ જેવું નથી.' પેરિનને તો પોતાના સવાલથી ચારે ચાર બોલીવુડ સ્ટાર સાથે બેસવાનો મોકો મળ્યો તો પેરિનના સવાલે પણ આ ચારેય સ્ટાર્સને ઈમ્પ્રેસ કરી દીધા.

 

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 02:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK