શું તમે ઓળખો છો આ કોણ છે? ટૂંક સમયમાં દેખાશે આવા લૂક્સમાં

Published: Jul 11, 2019, 18:21 IST | મુંબઈ ડેસ્ક

જો તમને આ વ્યક્તિને ઓળખી નથી શકતા તો અમે તમને હિન્ટ આપીએ છીએ કે આ પૉપ્યુલર ટીવી શો પર દર્શકોને ખૂબ જ હસાવે છે. તસવીર જોશો તો તમે ઓળખી જશો.

કપિલ શર્મા
કપિલ શર્મા

કપિલ શર્માનો પૉપ્યુલર શો ધ કપિલ શર્મા શો હાલ ચર્ચામાં છે. કપિલ શર્મા પોતાના શૉમાં કંઇક ને કંઇક નવું કરતો હોય છે. કપિલ શર્મા એક વાર ફરી કંઇક નવું કરવા જઇ રહ્યો છે. કપિલ શર્મા વિશે આ પણ ચર્ચાઓ થઈ રહી છે કે તે ટૂંક સમયમાં બ્રેક લેવાનો છે કારણકે તેની પત્ની પ્રેગ્નેન્ટ છે.

કૉમેડી કિંગ કહેવાતો કપિલ શર્મા આ વીકએન્ડમાં જુદાં જ અંદાજમાં જોવા મળશે. કપિલે ઇન્સ્ટાગ્રામ પર તેની એક ઝલક દર્શાવતો વીડિયો શેર કર્યો છે. તેની સાથે ટ્વીટર પર કેટલીક તસવીર પણ શેર કરી છે. જેમાં કપિલ શર્મા ઉસ્તાદ મીડિયમ બેગુન અલી ખાન સાહેબ બન્યો છે.

આમાં તમે જોઈ શકો છો કે કપિલ શર્માએ આ વખતે કવ્વાલીની ટીમ તૈયાર કરી છે. તેનો હેડ કપિલ શર્મા બન્યો છે. બ્લેક કુર્તો-પાયજામો, સોનેરી ટોપી અને હાથમાં રુમાલ બાંધેલો હોય તેમ જોવા મળે છે.

તો આ હતી શૉથી જોડાયેલી નવી અપડેટ. કપિલ શર્માને લઇને તાજતરમાં એ ચર્ચા થઈ રહી છે કે તે ટૂંક સમયમાં જ શૉમાંથી બ્રેક લેવાનો છે. જેનું કારણ તેના ઘરે આવનારી ખુશખબરી છે. કપિલ શર્માની પત્ની ગિન્નિ ચતરથ પ્રેગ્નેન્ટ છે અને એવામાં તે પરિવારને સમય આપવા માટે શૉમાંથી બ્રેક લેવાનું પ્લાન કરી રહ્યો છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

ઉલ્લેખનીય છે કે કપિલ શર્માએ ગિન્નીની પ્રેગ્નેન્સીના સમાચાર મળ્યા બાદ કપિલ પોતાના કૉમેડી શૉ 'ધ કપિલ શર્મા શો'ની શૂટિંગ પણ રીશેડ્યુલ કરી છે. કપિલ વધુમાં વધુ સમય ગિન્ની સાથે વિતાવવા માગે છે. આ જ કારણે તેણે પોતાની શૂટિંગના સમયમાં પણ ફેરફાર કર્યો છે. શૂટિંગ સેટ પર ગિન્ની પણ કપિલને મળવા આવતી રહે છે જેનાથી બન્ને વધુ સમય એક સાથે પસાર કરી શકે. સાથે જ ઘરે કપિલની માતા ગિન્નીનું ધ્યાન રાખે છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK