ટીવીના લોકપ્રિય કોમેડી શોની યાદીમાં ‘ધ કપિલ શર્મા શો’નું નામ મોખરે છે. આ શો ટીઆરપીમાં પણ હંમેશા ટોપ પર હોય છે. જોકે, શોના નિર્માતાઓ ચાહકો માટે એક ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સોની ટીવી પર આવતો ‘ધ કપિલ શર્મા શો’ ફેબ્રુઆરી મહિનામાં ઓફ એર થઈ જશે. પરંતુ ચાહકો માટે સાથે રાહતના સમાચર એ છે કે, ત્રણ મહિના બાદ ફરી નવી સિઝન સાથે શો કમબેક પણ કરશે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2018થી ચાલી રહેલો શો ફેબ્રુઆરીના બીજા વીકમાં ઓફ એર થઈ જશે.
કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનની અસર દરેક જગ્યાએ થઈ છે. ‘ધ કપિલ શર્મા શો’ પણ તેમાંથી બાકાત નથી. લૉકડાઉનને લીધે શોનું શૂટિંગ અટકી ગયું હતું. જુલાઈ, 2020માં ફરી વાર શૂટિંગ શરૂ થયું હતું. જોકે, શોમાં ઓડિયન્સને બોલાવવામાં નથી આવતી. ઓડિયન્સને બદલે કટઆઉટ્સ મૂકીને શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. શો અત્યારે વીકેન્ડ્સ પર ટેલિકાસ્ટ થાય છે.
ઈ-ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, કપિલના શોમાં ઓડિયન્સ મહત્ત્વની છે. જોકે, કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સની પરવાનગી નથી. તેમજ કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી નથી. એટલે બૉલીવુડ ર્સ્ટાસ પણ ફિલ્મના પ્રમોશન માટે આવતા નથી. આ કારણે મેકર્સ માની રહ્યાં છે કે અત્યારે શો માટે બ્રેક લેવાનો યોગ્ય સમયે છે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, ત્યારે શો ફરી વાર શરૂ કરવામાં આવશે.
સુત્રોનું કહેવું છે કે, કપિલ શર્મા અને ગિન્ની ચતરથ બીજા સંતાનના આગમનની રાહ જોઈ રહ્યાં છે. એટલે કપિલ માટે આ યોગ્ય સમય છે કે તે કામમાંથી થોડોક બ્રેક લે. તેમજ પત્ની અને દીકરી સાથે સમય વીતાવે અને આવનારા બાળકના આગમનની રાહ જોવે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કપિલ શર્મા નેટફ્લિક્સની એક વેબ સિરીઝઢાં જોવા મળશે. તેણે હાલમાં જ સિરીઝનું શૂટિંગ પુર્ણ કર્યું છે. આ સિરીઝ ક્યારે સ્ટ્રીમ થશે તે અંગે હજી વધુ માહિતી જાહેર કરવામાં નથી આવી.
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST