બાઅદબ, બામુલાયજા, હોંશિયાર...ધ કપિલ શર્મા શોનો શુભારંભ સોનુ સૂદથી

Published: Jun 19, 2020, 21:29 IST | Mumbai Correspondent | Rajkot

કપિલ શર્માની ટેક્નિકલ ટીમ ઑલરેડી કામે લાગી ગઈ છે અને શૂટિંગ માટે ફિલ્મસિટીના મૅનેજિંગ ડિરેક્ટરની પરમિશન પણ લઈ લેવામાં આવી છે.

કપિલ શર્મા શૉમાં શુભારંભ સોનુ સૂદ સાથે
કપિલ શર્મા શૉમાં શુભારંભ સોનુ સૂદ સાથે

અનલૉક-1.0 પછી હવે જ્યારે બધું ધીમે-ધીમે થાળે પડી રહ્યું છે ત્યારે ટીવી સિરિયલનાં શૂટિંગની પણ શરૂઆત થવા પર છે. બની શકે કે ડેઇલી સોપનું શૂટિંગ ચાલુ થતાં હજી થોડી વાર લાગે, પણ વીકલી શોનું શૂટ આવતા વીકથી શરૂ થઈ જાય એવી પૂરી શક્યતા છે અને આ શક્યતામાં ઉમેરો કરવાનું કામ સોની ટીવીનો કૉમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ કરે છે. કપિલ શર્માની ટેક્નિકલ ટીમ ઑલરેડી કામે લાગી ગઈ છે અને શૂટિંગ માટે ફિલ્મસિટીના મૅનેજિંગ ડિરેક્ટરની પરમિશન પણ લઈ લેવામાં આવી છે. જો નવી આકસ્મિક ઉપાધિ ન આવે તો શોના પ્રોડ્યુસરની ઇચ્છા છે કે શૂટિંગ બુધવારથી એટલે કે ૨૪ જૂનથી શરૂ કરવું. મજાની વાત એ છે કે લૉકડાઉન પછીના આ પહેલા શોમાં કપિલ શર્માએ સોનુ સૂદને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યો છે.
કોરોનાના આક્રમણ વચ્ચે અને એને લીધે આવેલા લૉકડાઉનના કારણે જો કોઈએ સૌથી ઉમદા કામ કર્યું હોય તો એ સોનુ સૂદ છે. સોનુ સૂદે હજારો પરપ્રાંતીયોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી તો સાથોસાથ સોનુએ તેની અંધેરી ખાતેની લેવિસ હોટેલ પણ કોરોના વૉરિયર્સના વપરાશ માટે ખોલી નાખી હતી. સોનુ આ જ હોટેલના કિચનમાં ફૂડ-પૅકેટ્સ પણ બનાવડાવતો અને દરરોજ ૪૦,૦૦૦થી વધારે લોકોને ફૂડ-પૅકેટ પણ પહોંચતા કરતો હતો. દેશની એક પણ ન્યુઝ ચૅનલ કે ન્યુઝપેપર બાકી નહોતાં રહ્યાં જેણે સોનુના આ ઉમદા કાર્યની નોંધ ન લીધી હોય. હવે જ્યારે આફ્ટર કોરોના કાળ શરૂ થઈ રહ્યો છે ત્યારે ‘ધ કપિલ શર્મા શો’નો શુભારંભ સોનુ સૂદથી થાય તો એનાથી ઉત્તમ પણ બીજું કશું હોય ન શકે એવું ધારીને સલમાન ખાને જ સોનુને શોમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK