કૃષ્ણા અભિષેક ‘ધ કપિલ શર્મા શો’ને ગુડબાય કહેશે? જાણો હકીકત

Published: 7th November, 2020 17:01 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ અઠવાડિયે શોમાં કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસૂઝા તેની ટીમ સાથે આવવાનો છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સોની ટીવી પર આવતો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) ટીવીનો તે શો છે જેમાં દર અઠવાડિયે નવા નવા ફિલ્મ સ્ટાર્સ આવે છે અને બહુ મસ્તી મજાક થાય છે. લોકો પેટ પકડીને હસે પણ છે. શોમાં કામ કરનારા પણ એટલી જ રમૂજથી લોકોને હસાવવાં પોતાનો જીવ રેડી દે છે. આ અઠવાડિયે શોમાં કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસૂઝા (Remo D'Souza) તેની ટીમ સાથે આવવાનો છે. આ એપિસોડમાં સપના પાર્લર વાળી સહિત અનેક પાત્રો ભજવતો અભિનેતા કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) કપિલ શર્મા (Kapil Sharma)નો જીવ અદ્ધર કરી દે છે. ચાલુ શો દરમિયાન તે શો છોડી દેવાની વાત કરે છે. તાજેતરમાં રજુ થયેલા પ્રોમોમાં આ જોવા મળે છે.

‘ધ કપિલ શર્મા શો’માં આ અઠવાડિયે કૃષ્ણા અભિષેલે જાહેરાત કરી દીધી છે કે તે આ શોનો ભાગ બનવાં નથી માંગતો. જેમ આ ખબર વાયરલ થઈ છે તેમ શોનાં ફેન્સને આંચકો લાગ્યોછે. જો તમે પણ આ વાતથી દુખી છો તો જણાવી દઈ કે, કૃષ્ણા સાચેમાં શો છોડીને જાય છે કે નથી જતો તેનો પ્રોમો વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં કૃષ્ણા અભિષેક સપનાનાં કિરદારમાં ડાન્સ કરતા એન્ટ્રી લે છે અને આ દરમિયાન સપના શો પર જેમ રેમો ડિસૂઝાને જોવે છે તે તેમની પાસે જાય છે અને જતા પહેલાં તમામ ગેસ્ટને એક એક કરીને બાય કરે છે.  ત્યારે કપિલ કહે છે બાય કેમ કરે છે. તેમની સાથે વાત નહીં કરે.. તો સપના કહે છે, આટલાં બધા ગેસ્ટ કોઈ બોલાવે ખરા. કામ ન આપવા માટે તે રેમોની મજાક પણ ઉડાવે છે. સપના કહે છે કે, રેમો સર, હું તમારા પર એક બૂક લખીશ. જેનું નામ હશે ડાન્સ કા ડેમો, ડિસૂઝા કા રેમો. આ વિશે કપીલ કહે છે કે, તું શું લખીશ? તને એમનાં વિશે કંઈ ખબર છે ખરા? જેના જવાબમાં સપના કહે છે, એ વિશે કોને નથી ખબર! તે નવા નવા યુવકોને ટીવીમાં સ્ટાર બનાવે છે, ફિલ્મોમાં સ્ટાર બનાવે છે. દેશનાં ખુણા ખુણાનાં યુવકોને સ્ટાર બનાવ્યાં, પણ તેમની જ બિલ્ડિંગમાં એક યુવક રહે છે તેને ક્યારેય કામ ન આપ્યું. કૃષ્ણા મજાકિયા અંદાજમાં તેની વાત કરે છે અને કહે છે કે તે અને રેમો એક જ બિલ્ડિંગમાં રેહ છે છતાં પણ હજુ સુધી ક્યારેય રેમોએ તેને કોઈ કામ ઓફર કર્યુ નથી.

આમ કરીને તે શો છોડીને જવાની વાત કરે છે. પણ હકીકત શું છે તે તો એપિસોડમાં જ ખબર પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK