'ધ કપિલ શર્મા શૉ'માં નવજોત સિંહ સિદ્ધૂએ કમબૅક કર્યું છે અને તેણે આવતાં તરત જ અર્ચના પૂરણ સિંહ પર નિશાન સાધ્યું છે. સિદ્ધૂએ પોતાની જગ્યા લેવા માટે અર્ચના પર કટાક્ષ કર્યો છે. પણ, આ કટાક્ષમાં પણ એક સરસ ટ્વિસ્ટ છે.
કપિલ શર્માએ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તે સિદ્ધૂના લુકમાં અને તેના બોલવાની રીતને કૉપી કરતો જોવા મળે છે. વીડિયોમાં કપિલ કહે છે કે, "મોહતરમા અર્ચના, હું તમારી માટે બે લાઇન કહેવા માગું છું કે મેરા લડકા, મેરા લડકા, મેં હું ઉસકા બાપ. ભઇ મેરી કુર્સી છીન લી તુમને, તુમકો લગેગા પાપ, ઠોકો તાલી." કપિલનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
કપિલ ઘણીવાર શૉમાં સિદ્ધૂને લઇને મજાક કરતો હોય છે અને અર્ચના પૂરણસિંહને મજાક મજાકમાં મહેણું મારી લેછે. જેનો અર્ચના પણ ખૂબ ફાયદો ઉઠાવી રહી છે. હકીકતે, નવજોત સિંહ સિદ્ધૂએ ચૂંટણી પહેલા કપિલ શર્મા શૉ છોડી દીધો હતો. તેના પહેલા તે પોતાના એક નિવેદનને કારણે વિવાદોમાં સંડોવાયા હતા, જેને કારણે સોશિયલ મીડિયા પર સિદ્ધૂને શૉમાંથી હટાવી દેવા માટે કેમ્પેન શરૂ થઇ ગયા હતા અને લોકોએ શૉના બહિષ્કારની ધમકી સુદ્ધાં આપી દીધી હતી.
આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો
નવજોત સિંહ સિદ્ધૂ શરૂઆતથી જ કપિલ શર્મા શૉ સાથે જોડાયેલા રહ્યા હતા અને ખાસ મહેમાન તરીકે શૉ પર પોતાની શાયરીઓ અને વન લાઇનર્સથી એન્ટરટેઇન કરતાં રહ્યા, તેનું ઠોકો તાલી તકિયાકલામ ખૂબ જ જાણીતું થયું, જે આજે પણ કોઇને કોઇ કારણસર શૉમાં કોઇકનાને કોઇકના મોઢે સાંભળવા મળી જાય છે. ધ કપિલ શર્મા શૉમાં અર્ચના સિવાય કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, શુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર લોકોને હસાવતા જોવા મળે છે.