Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TV TRP: આ રીતે કપિલ શર્મા શો બન્યો નંબર 1

TV TRP: આ રીતે કપિલ શર્મા શો બન્યો નંબર 1

27 April, 2019 04:17 PM IST |

TV TRP: આ રીતે કપિલ શર્મા શો બન્યો નંબર 1

કપિલ શર્મા (ફાઇલ ફોટો)

કપિલ શર્મા (ફાઇલ ફોટો)


કુમકુમ ભાગ્યના સ્પિન ઑફ કુંડલી ભાગ્ય અને એકતા કપૂરનો શો નાગિન 3ને પણ મોટો ઝટકો લાગ્યો છે અને બન્ને શો ટૉપ 5માંથી બહાર થઇ ગયા છે.

કપિલ શર્માની કાબેલિયતને લઇને કોઇને પણ ક્યારેય કોઇ શંકા નથી. હા, વિવાદો અને પોતાની તબિયતને કારણે કપિલ શર્માને ઘણીવાર નુકસાન વેઠવું પડ્યું. તેનો શૉ 'ધ કપિલ શર્મા શૉ' રેટિંગ્સની દોડમાં ઘણીવાર વધતું ઘટતું રહે છે પણ આ વખતે કૉમેડીના આ કિંગે જે કમાલ દર્શાવ્યો છે, તેના પછી તો તેના ચાહકો નાચી ઉઠશે.



ધ કપિલ શર્મા શૉને બ્રૉડકાસ્ટ રિસર્ચ ઑડિયન્સ કાઉન્સિલ (બીએઆરસી)એ વર્ષ 2019ના 16માં અઠવાડિયે (13 એપ્રિલથી 19 એપ્રિલ)ની રેટિંગ્સમાં પહેલું સ્થાન મળ્યું છે. કપિલ શર્માનો શૉ ગયા અઠવાડિયે 5742 ઇમ્પ્રેશન સાથે ચોથા સ્થાન પર હતો અને હવે નંબર વન બની ગયો. આ ઉપલબ્ધિ તે દરમિયાનની છે જ્યારે કપિલના શૉમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રૉય કપૂર પોતાની ફિલ્મ કલંકનું પ્રમોશન કરવા આવ્યા હતા. કલંક તો એટલી ચાલી નહીં પણ કપિલનો શૉ હિટ થઇ ગયો.


Kum Kum Bhagya

આ પહેલા શબ્બીર અહલુવાલિયા અને સૃતિ ઝા સ્ટારર શૉ કુમકુમ ભાગ્યએ પહેલો નંબર મેળવ્યો હતો, જો કે તેના પહેલાના અઠવાડિયે પણ નંબર વન હતો પણ આ વખતે આ શૉ એક સ્થાન પાછળ હટીને નીચે આવ્યો છે અને શૉને 5757 ઇમ્પ્રેશન મળ્યા છે.


આ પણ વાંચો : Nagin 3 અને Avengers endgameનું આ છે કનેક્શન !

શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બસુના ડાન્સ રિયેલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3એ આ વખતે મોટા ઉછાળા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા આ શૉ ટોપ 5માં પણ નહોતો અને આ વખતે 5616 ઇમ્પ્રેશન સાથે ત્રીજા નંબરે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2019 04:17 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK