કપિલ શર્માએ બદલ્યો પોતાનો લૂક, ફૅન્સે કહ્યું આવું

Published: Jul 20, 2019, 12:58 IST

કપિલ શર્માએ ક્લીન શેવ કરાવી છે. એમણે પોતાની બે તસવીરના કોલાજને ઈન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યા છે.

કપિલ શર્મા
કપિલ શર્મા

The Kapil Sharma Showના હોસ્ટ કપિલ શર્મા સતત સમાચારમાં બનેલા છે. તે પોતાના શૉમાં કઈક નવુ કરતા રહે છે અને હાલમાં જ તેઓ ઉસ્તાદ બેગુન અલી ખાન સાહેબ બનીને આવ્યા હતા. એક વાદ ફરીથી એમણે બદલાવ કર્યો છે.

ખરેખર કપિલ શર્માએ ક્લીન શેવ કરાવી છે. એમણે પોતાની બે તસવીરના કોલાજને ઈન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યા છે. આ તસવીરોમાં તેઓ ક્લીન શેવમાં નજર આવી રહ્યા છે. એક તસવીરમાં તેઓ સ્માઈલ કરી રહ્યા છે. તેઓ લખે છે કે સ્માઈલ તમને લાઈવલી બનાવી દે છે, શું તમે કહો છો? ક્લીન શેવ 6 મહિના બાદ.

તમને જણાવી દઈએ કે કપિલ શર્મા છેલ્લે કેટલાક મહિનોથી દાઢી રાખી હતી. હવે એમણે 6 મહિના બાદ જ્યારે ક્લીન શેવવાળી તસવીરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તો એમના ફૅન્સને ઘણી લાઈક્સ અને કમેન્ટ્સ પણ આવી રહી છે. એક ફૅને લખ્યું શાદી કે પહેલે ઔર શાદી કે બાદ.

આ પણ વાંચો : પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 'ધ લાયન કિંગ'ની ગર્જના,સુપર 30ને મળશે ટક્કર

જણાવી દઈએ કે ભલે જ ટીવી ટીઆરપીમાં આ શૉ ટૉપ 5માં જગ્યા નહીં બનાવી શક્યો પરંતુ કપિલ શર્મા પોતાના શૉમાં જીવ નાખવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. કપિલને લઈને એ પણ સમાચાર આવી રહ્યા છે કે તેઓ જલ્દી બ્રેક લેશે કારણકે એમની પત્ની પ્રેગ્નન્ટ છે. કપિલનો હિટ ધ કપિલ શર્મા શૉ હાલ દર્શકોને પસંદ આવી રહ્યો છે. કપિલ આ શૉ સિવય ફિલ્મોમાં ફણ નજર આવી ચૂક્યા છે. એમણે કિસ કિસ કો પ્યા કરૂ અને ફિરંગી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK