કપિલ શર્મા શૉની TRPમાં ભારે ઉછાળો, જાણો શું છે કારણ

Published: Apr 14, 2019, 16:49 IST

છેલ્લી વાર બીજાથી છઠ્ઠા સ્થાન પર સુરભિ જ્યોતિ, પર્લ પૂરી અને અનીતા હસનંદાની સ્ટારર નાગિન 3 આ સમયે ટૉપ 5માં આવીને ચોથા સ્થાન પર છે. શૉને 5729 ઈમ્પ્રેશન મળ્યું છે.

કપિલ શર્મા
કપિલ શર્મા

નાના પડદા પર TRP રેટિંગના મામલામાં ભારે ઉથલ-પાથલ થઈ રહી છે. છેલ્લા ત્રણ સપ્તાહથી કોઈપણ શૉ પહેલા નંબર પર ટકી નથી શક્યો અને દર સપ્તાહે કઈને કઈ સરપ્રાઈઝ મળી રહી છે. આ સમયે કપિલ શર્મા માટે રાહતના સમાચાર છે કારણકે શૉ પોછો ટૉપ 5માં આવી ગયો છે.

બ્રૉડકાસ્ટ રિસર્ચ ઑડિયન્સ કાઉન્સિલ (બીએઆરસી)એ વર્ષ 2019ના 14માં સપ્તાહ(30 માર્ચથી 5 એપ્રિલ)ની રેટિંગ્સ જાહેર કરી દીધી છે. કપિલ શર્માનો શૉ ધ કપિલ શર્મા શૉએ ફરીથી એમના ટીમ મેમ્બર્સના ચહેરા પર ખુશી લાવી દીધી છે. શૉ 11માં વીકથી સાતમાં સ્થાને હતી, 12માં અને 13માં વીકમાં આઠમાં સ્થાને પહોંચી ગઈ હતી. હવે પાછી ટૉપ 5માં પાંચમી પોઝિશન પર આવી ગઈ છે. શૉને આ સમયે 5570 ઈમ્પ્રેશન મળ્યા છે.

પણ સૌથી મોટું સરપ્રાઈઝ આપ્યું છે શબ્બીર આહલુવાલિયા અને શ્રુતિ ઝાએ, જેમનો શૉ કુમકુમ ભાગ્ય આ સમયે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બે સપ્તાહ પહેલા શૉની લાંબા સમય બાદ ટૉપ 5માં વાપસી થઈ હતી પરંતુ છેલ્લી વારની રેટિંગ્સમાં શૉ સાતમાં સ્થાન પર પહોંચી ગયો હતો. 6 રેટિંગ્સના ઉછાળા સાથે કુમકુમ ભાગ્યએ 6081 ઈમ્પ્રેશન પ્રાપ્ત કર્યા છે. હાલમાં જ શૉમાં જનરેશન ગેપની વાર્તાને આગળ વધારવામાં આવી છે. શબ્બીર અને શ્રુતિની બન્ને દીકરીઓના રૂપમાં સ્પિલટ્સવિલાની નૈના સિંહ અને મુગ્ધા ચાપેકરે શૉમાં એન્ટ્રી લીધી છે. કુમકુમ ભાગ્યના આ ઉછાળાના કારણે એરિકા ફર્નાન્ડિસ, પાર્થ સમથાન અને હિના ખાન સ્ટારર કસૌટી ઝિન્દગી કી 2 ન ફક્ત પહેલા સ્થાની બેદખલ થઈને ટૉપ 5માંથી બહાર થઈ ગઈ છે.

બીજી રેટિંગ્સ પર મોહિત મલિક અને આકૃતિ શર્માનો શૉ કુલ્ફી કુમાર બાજેવાલા આવી ગયો છે. આ શૉને છેલ્લી વખત ચોથું સ્થાન મળ્યું હતું. શૉને 6021 ઈમ્પ્રેશન પ્રાપ્ત થયું છે.

છેલ્લી વારથી એક સાથે નીચે આવીને ધીરજ કપૂર અને શ્રદ્ધા આર્યા સ્ટારર કુંડલી ભાગ્ય ત્રીજા સ્થાન પર આવી ગયો છે. શૉને 5825 ઈમ્પ્રેશન મળ્યા છે.

આ પણ વાંચો : રુક જા ઓ દિલ દીવાને ગીત ઉદિત નારાયણના હાથમાંથી છૂટતાં રહી ગયું

છેલ્લી વાર બીજાથી છઠ્ઠા સ્થાન પર સુરભિ જ્યોતિ, પર્લ પૂરી અને અનીતા હસનંદાની સ્ટારર નાગિન 3 આ સમયે ટૉપ 5માં આવીને ચોથા સ્થાન પર છે. શૉને 5729 ઈમ્પ્રેશન મળ્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK