સવાલોના સવા કરોડ પહેલો શો, જેમાં હારનારાઓને પણ પ્રાઇઝ મળશે

Published: 10th February, 2021 11:49 IST | Mumbai correspondent | Rajkot

વીટીવી ચૅનલ પર શરૂ થનારો આ રિયલિટી શો સિદ્ધાર્થ રાંદેરિયા હોસ્ટ કરશે

સવાલોના સવા કરોડ પહેલો શો, જેમાં હારનારાઓને પણ પ્રાઇઝ મળશે
સવાલોના સવા કરોડ પહેલો શો, જેમાં હારનારાઓને પણ પ્રાઇઝ મળશે

સામાન્ય રીતે સાચા જવાબ આપનારાઓને પ્રાઇઝ મળે છે, પણ ખોટા જવાબ આપનારાઓને પણ લાખો રૂપિયા સુધીનાં ઇનામ મળે એવું ક્યારેય બનતું નથી, પણ આ વાતને ગુજરાતી રિયલિટી શો ‘સવાલોના સવા કરોડ’ ખોટી ઠેરવશે. ગુજરાતી ન્યુઝ-ચૅનલ વીટીવી પર શરૂ થનારો ‘સવાલોના સવા કરોડ’ દુનિયાનો પહેલો એવો શો બનશે જેમાં કન્ટેસ્ટન્ટ ખોટા જવાબ આપશે તો પણ તેને એલિમિનેટ થતી વખતે કૅશ પ્રાઇઝ આપવામાં આવશે. આ કૅશ પ્રાઇઝમાં શરૂઆતના રાઉન્ડમાં ૧૧,૧૧૧ છે તો અંતિમ ચરણમાં એ રકમ વધીને છેક પ૦,પપ,પપપ રૂપિયા સુધી પહોંચે છે. શોના પ્રોડ્યુસર તન્વી પ્રોડકક્શન્સના મૅનેજિંગ ડિરેક્ટર વિમલ પટેલે કહ્યું કે ‘હા, આ સાચું છે. સેટ પર જેકોઈ કન્ટેસ્ટન્ટ હશે એ જો ખોટા જવાબ આપશે તો પણ એલિમિનેટ થતી વખતે તેને રાઉન્ડ મુજબ ૧૧,૧૧૧થી લઈને છેક પ૦,પપ,પપપ સુધીનું કૅશ પ્રાઇઝ મળશે.’
‘સવાલોના સવા કરોડ’નું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શો એપ્રિલ મહિનામાં ઑનઍર થશે. આ શોને ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા હોસ્ટ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK