Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમાં હંમેશાં ૧૦૦ ટકા આપવા પર ધ્યાન રહેતું હતું

ફિલ્મમાં હંમેશાં ૧૦૦ ટકા આપવા પર ધ્યાન રહેતું હતું

11 January, 2020 12:15 PM IST | Mumbai Desk

ફિલ્મમાં હંમેશાં ૧૦૦ ટકા આપવા પર ધ્યાન રહેતું હતું

ફિલ્મમાં હંમેશાં ૧૦૦ ટકા આપવા પર ધ્યાન રહેતું હતું


‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની રિલીઝને આજે એક વર્ષ થતાં વિકી કૌશલે જણાવ્યું હતું કે ફિલ્મમાં કામ કરતી વખતે તેનું ફોકસ માત્ર ને માત્ર સો ટકા આપવા પર જ રહેતું હતું. ૨૦૧૯ની ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલાએ પ્રોડ્યુસ અને આદિત્ય ધરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં વિકી સિવાય યામી ગૌતમ અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વિગતો જણાવતાં રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘અમે શૂટિંગ શરૂ કરવાના બે મહિના પહેલાં એક પુસ્તક બનાવ્યું હતું. આ બુકમાં દરેક શૉટના ફોટો હતા. એને અમે અલગ-અલગ સ્થાનોથી લીધા હતા. કોઈને પણ કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર પડતી એ પછી પ્રોડક્શન ડિઝાઇનર હોય, કલાકાર હોય કે પછી ડીઓપી હોય, તેમને માત્ર એ બુક પર નજર નાખવાની જરૂર રહેતી હતી. આ ફિલ્મ છ મહિનાની સખત મહેનતનું પરિણામ હતી. એના માટે ઍક્ટિંગ વર્કશૉપ કરવામાં આવી હતી. મેં વિકીને કદી પણ એ કહેતાં નહોતો સાંભળ્યો કે હું થાકી ગયો છું, આ કંઈક વધારે પડતું છે, તમે આને નાહક આગળ વધારી રહ્યા છો. આ ભારતીય સેના પ્રત્યે સમર્પિત ફિલ્મ હતી. એથી ફિલ્મના શૂટિંગ દરમ્યાન એવી એક પણ ક્ષણ એવી નહોતી કે જેના પર ધ્યાન ન આપવામાં આવ્યું હોય. આ ફિલ્મ ભારતીય સેનાના જઝ્બાને એક સલામ હતી. સૌએ એમાં ૧૧૦ ટકા સમર્પણ દેખાડ્યું હતું.’

બીજી તરફ ફિલ્મના લીડ હીરો વિકીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ મને એક વિશ્વાસ આપ્યો જેને હું મારા ખભા પર ઉઠાવી શકું, કેમ કે આ ખૂબ જ સારી ફિલ્મ હતી. મેં આ સારી ફિલ્મ માટે પર્ફોર્મન્સ પણ સારો આપ્યો હતો. એવામાં જો આ ફિલ્મ દર્શકોને પસંદ ન પડી હોત તો કદાચ મને આવા પ્રકારનો વિશ્વાસ ન મળ્યો હોત. જોકે આ ફિલ્મ સારી હતી અને દર્શકો સાથે કનેક્ટ થવામાં પણ સફળ રહી હતી. એથી મને લાગે છે કે ફિલ્મ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ અગત્યનું છે, કેમ કે ત્યારે જ બધી વસ્તુઓ યોગ્ય દિશામાં પોતાનું સ્થાન બનાવે છે. એથી જ મારું ફોકસ હંમેશાં મારા કામમાં સો ટકા આપવા પર જ હોય છે. ફિલ્મની રિલીઝને એક વર્ષ પૂરું થતાં હું રૉની સરનો પણ ખૂબ આભારી છું, કેમ કે આ ફિલ્મ સરળતાથી કોઈ બીજાને મળી શકતી હતી. જોકે આ ફિલ્મ મને મળી એથી હું ખૂબ ખુશ છું. હું કંઈક આવા પ્રકારનું કરવા માટે હંમેશાંથી લાલસા રાખું છું. એથી હું માત્ર તક શોધતો હોઉં છું. મેં મારું ૧૦૦ ટકા સમર્પણ આપ્યું છે. ફિલ્મની સફળતા સૌના માટે સારી બાબત રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2020 12:15 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK