બાલાજીની ગંદી બાતની પાંચમી સીઝન જાન્યુઆરીમાં રિલીઝ
ગંદી બાત
નેટફ્લિક્સ અને ઍમેઝૉન પ્રાઇમને બરાબરની ટક્કર આપી રહેલા એકતા કપૂરના ડિજિટલ પ્લૅટફૉર્મની સૌથી પૉપ્યુલર ફ્રૅન્ચાઇઝી એવા શો ‘ગંદી બાત’ની નવી સીઝન જાન્યુઆરીમાં રિલીઝ થશે. ઑલરેડી સિરીઝનું શૂટ શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
‘ગંદી બાત’ સૌથી વધારે જોવાઈ રહી છે ત્યારે પ્લૅટફૉર્મે એ પણ નક્કી કર્યું છે કે આ શોને જરા પણ અટકવા દેવો નહીં અને દર મહિને એની નવી સિરીઝ આપતા રહેવી. ‘ગંદી બાત’માં પ્લૅટફૉર્મે એક સુધારો એ પણ કર્યો છે કે એની સ્ટોરી માત્ર ઇરોટિક રાખવાને બદલે એમાં સેક્સ એજ્યુકેશન અને સેક્સ વિશે પ્રવર્તતી ગેરમાન્યતા પણ દૂર કરવાનું કામ કરવું.
‘ગંદી બાત’ની નવી સીઝનમાં હવે પિસ્તાલીસ મિનિટથી એક કલાકની ફિલ્મને દર્શાવવામાં આવશે. દરેક ફિલ્મનું ટાઇટલ ‘ગંદી બાત’ જ રહેશે, પણ એને અલાયદું ચૅપ્ટર ગણાવીને એને પણ નામ આપવામાં આવશે.