Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ધ ફૅમિલી મૅનનાે ‘પાશા’ હવે ઇમ્તિયાઝ અલીના વેબ શોમાં

ધ ફૅમિલી મૅનનાે ‘પાશા’ હવે ઇમ્તિયાઝ અલીના વેબ શોમાં

22 January, 2020 01:58 PM IST | Mumbai

ધ ફૅમિલી મૅનનાે ‘પાશા’ હવે ઇમ્તિયાઝ અલીના વેબ શોમાં

કિશોર કુમાર જી

કિશોર કુમાર જી


ગોવાના પણજીમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પોતાની તામિલ ફિલ્મ ‘હાઉસ ઓનર’ માટે હાજર રહેલા સાઉથના ઍક્ટર કિશોરે ‘મિડ-ડે’ સાથે વાત કરતી વખતે કહ્યું કે હું એક પ્રોજેક્ટ કરી રહ્યો છું જે મારો બીજો વેબ-પ્રોજેક્ટ છે અને એના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી છે.
કિશોરના નામે જાણીતા કિશોર કુમાર જી તામિલ, તેગુલુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં ઍક્ટિવ છે. ૨૦૧૫માં આવેલી તેમના અભિનીત તામિલ ફિલ્મ ‘વિસરનાઇ’ બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ કૅટેગરીમાં ઑસ્કરમાં નૉમિનેટ થઈ હતી. નૉર્થ ઇન્ડિયામાં એ તાજેતરમાં ઑનલાઇન ડિજિટલ પ્લૅટફૉર્મ ‘ઍમેઝૉન પ્રાઇમ’ પર આવેલી ‘ધ ફૅમિલી મૅન’ વેબ-સિરીઝને કારણે જાણીતો થયો છે. તએમાં તે ફોર્સ વન લીડર ઇમરાન પાશાના પાત્રમાં હતો. તેના આગામી હિન્દી પ્રોજેક્ટ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે ઇમ્તિયાઝ  અલીના ‘શી’ નામના વેબ-પ્રોજેક્ટમાં મેં કામ કર્યું છે.
કિશોરે ‘ધ ફૅમિલી મૅન’ના લોકોને ગમેલા પોતાના પાત્ર પાશા વિશે કહ્યું હતું કે ‘મારું પાત્ર મરી જાય છે ત્યારે ઘણા લોકોને દુઃખ થયું હતું. ઈવન ઘણા મને એમ પણ કહે છે કે કોઈ પણ રીતે મેકર્સને કહોને કે તમને બીજી સીઝનમાં પાછા લાવે.’ કિશોરે હસતાં-હસતાં કહ્યું કે મને ભૂત બનાવીને લાવે તો થાય હવે!
મનોજ બાજપાઈ વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘તેઓ અભિનયમાં તો કાબેલ છે જ, સાથે તેઓ જબરા ફૂડી છે. તેમની પાસેથી જાતજાતની વાનગી વિશે ઘણું જાણવા અને ખાવા મળ્યું!


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:58 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK