The Family Man 2 માટે હવે ઇંતેજાર ખતમ! પોસ્ટર થયું રિલીઝ

Updated: 29th December, 2020 20:55 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

'ધ ફેમિલી મેન' એક થ્રિલર એક્શન-ડ્રામા સીરિઝ છે, આ એક મિડલ ક્લાસ વ્યક્તિ શ્રીકાંત તિવારીની સ્ટોરી છે જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ના એક વિશેષ સેલમાં એક સ્પેશિયલ એજન્ટ હોય છે.

The Family Man 2 માટે હવે ઇંતેજાર ખતમ! પોસ્ટર થયું રિલીઝ
The Family Man 2 માટે હવે ઇંતેજાર ખતમ! પોસ્ટર થયું રિલીઝ

બોલીવુડ એક્ટર મનોજ વાજપેઇએ વર્ષ 2019માં સીરિઝ 'ધ ફેમિલિ મેન' દ્વારા ઓટીટી પ્લેટફૉર્મ પર ડેબ્યૂ કર્યો હતો. આ સીરિઝ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. મનોજ વાજપેઇની 'ધ ફેમિલી મેન'ને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી, ઘણાં સમય સુધી ચર્ચામાં રહી હતી અને લોકો આતુરતાથી આ વેબસીરિઝની રાહ જોઇ રહ્યા હતા કે આની સીઝન 2 ક્યારે આવશે. તો ચાહકોનો આ ઇંતેજાર ખતમ થવાનો છે, કારણકે 'ફેમિલી મેન 2' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

એમેઝૉન પ્રાઇમ વીડિયોએ આજે 'ધ ફેમિલી મેન' સીઝન 2નો પહેલો પોસ્ટર રિલીઝ કરી દીધો છે. આ પોસ્ટરમાં 2021ના સમય સાથે એક ટાઇમ બૉમ્બની તસવીર દેખાઇ રહી છે જેની ઉપર બે હાથ દેખાઇ રહ્યા છે. જે તે ટાઇમ બૉમ્બ પર ટેપ લગાડી રહ્યા છે. ટાઇમ બૉમ્બ પાસે મનોજ વાજપેઇ અને શારિબ હાશમીની એક તસવીર પણ પડી છે. જો કે, પોસ્ટ સાથે ફિલ્મની રિલીઝ ડેટ વિશે કોઇપણ માહિતી આપવામાં આવી નથી, પણ આશા છે કે પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે કે આ વેબ સીરિઝ પણ ટૂંક સમયમાં જ દર્શકો સામે હશે.

 
 
 
View this post on Instagram

A post shared by amazon prime video IN (@primevideoin)

>

જણાવવાનું કે 'ધ ફેમિલી મેન' એક થ્રિલર એક્શન-ડ્રામા સીરિઝ છે, આ એક મિડલ ક્લાસ વ્યક્તિ શ્રીકાંત તિવારીની સ્ટોરી છે જે રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ના એક વિશેષ સેલમાં એક સ્પેશિયલ એજન્ટ હોય છે. પણ આ દરમિયાન તે પોતાના કામ અને પરિવાર વચ્ચે કેવી રીતે સામંજસ્ય સાધે છે. આ સ્ટોરી જેટલી મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે એટલું જ ટૉપ ક્લાસ જાસૂસની સ્ટોરી પણ છે.

'ધ ફેમિલી મેન'ને સીઝન 1ની રિલીઝ પછી વિશ્વભરથી ઘણો બધો પ્રેમ અને પ્રશંસા મળી હતી. રાજ અને ડીકે દ્વારા નિર્મિત અને નિર્દેશિત 'ધ ફેમિલી મેન' સીઝન 2 હવે એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવે છે. પ્રિયા મણિ અને શરદ કેલકર સાથે મનોજ વાજપેઇ અને શારિબ હાશમી પોતાની ભૂમિકાઓને ફરી પ્લે કરતા દેખાશે. આ સીરિઝ દ્વારા દક્ષિણ સુપરસ્ટાર સામંતા અક્કિનેનીની ડિજિટલ શરૂઆત પણ છે.

First Published: 29th December, 2020 20:41 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK