Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂરે ફેસ એપ ચેલેન્જને આપી માત, વાયરલ થયા Meme

અનિલ કપૂરે ફેસ એપ ચેલેન્જને આપી માત, વાયરલ થયા Meme

25 July, 2019 05:04 PM IST | મુંબઈ ડેસ્ક

અનિલ કપૂરે ફેસ એપ ચેલેન્જને આપી માત, વાયરલ થયા Meme

વાયરલ થયેલ મીમ

વાયરલ થયેલ મીમ


ધ ફેસ એપ ચેલેન્જ બાબતે વાયરલ થયેલા મીમ્સમાં હ્રિતિક રોશન, સલમાન ખાન, રણબીર કપૂર અને અનિલ કપૂર દેખાય છે.

ફિલ્મ અભિનેતા અનિલ કપૂરને પણ હરાવી ન શક્યો ધ ફેસ એપ. હકીકતે સોશિયલ મીડિયા પર એક મીમ વાયરલ થઇ રહ્યું છે. જેમાં ચાર ફિલ્મ અભિનેતા જોવા મળે છે. સલમાન ખાન, હ્રિતિક રોશન, રણબીર કપૂર અને અનિલ કપૂર દેખાય છે.



મહત્વની વાત એ છે કે આમાં અનિલ કપૂર સિવાય બધાં જ 80ની વયમાં વૃદ્ધ દેખાય છે.



વાયરલ થયેલા મીમ્સને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર અને લાઇક કરવામાં આવી રહ્યા છે. આ તસવીરના માધ્યમથી લોકો અનિલ કપૂરને આયર્નમેન માને છે જે બોલીવુડમાં દરેક વ્યક્તિ એક સમયે વૃદ્ધ થાય છે પણ અનિલ કપૂર જ એક એવો સિતારો છે જે યુવાન જ રહેશે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ફેસ એપ ખૂબ જ લોકપ્રિય થઇ હતી અને આ ખૂબ જ ઝડપથી આખા વિશ્વમાં લોકપ્રિય થઈ. કેટલાય કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની વૃદ્ધત્વની તસવીરો શેર કરી. તેમના ચાહકોએ પણ આનો લાભ લીધો. જો કે અનિલ કપૂર પર બનેલું મીમ બધાંને ખૂબ જ ગમ્યું અને તે વાયરલ પણ થયું.

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

બોલીવુડના ફિટ કલાકારોમાંના એક અનિલ કપૂર છે. અનિલ કપૂર પોતાને ફિટ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. તે આજે પણ તેની ઉંમરના કલાકારોની તુલનામાં તે યુવાન અને તંદુરસ્ત જોવા મળે છે. અનિલ કપૂરના ત્રણ બાળકો છે. જેમાં રિયા કપૂર, સોનમ કપૂર અને હર્ષ વર્ધન કપૂરનું નામ સામેલ છે. સોનમ કપૂરના લગ્ન ઉદ્યોગપતિ આનંદ આહૂજા સાથે થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 05:04 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK