Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ ગૉન ગેમ લૉકડાઉનમાં ઘેરબેઠાં શૂટ થઈ આખી મર્ડર-મિસ્ટ્રી સિરીઝ!

ધ ગૉન ગેમ લૉકડાઉનમાં ઘેરબેઠાં શૂટ થઈ આખી મર્ડર-મિસ્ટ્રી સિરીઝ!

07 July, 2020 10:43 PM IST | Ahmedabad
Nirali Dave

ધ ગૉન ગેમ લૉકડાઉનમાં ઘેરબેઠાં શૂટ થઈ આખી મર્ડર-મિસ્ટ્રી સિરીઝ!

મર્ડર મિસ્ટ્રી

મર્ડર મિસ્ટ્રી


ઓટીટી પ્લૅટફૉર્મ વૂટ સિલેક્ટ પર આ મહિને (જુલાઈ) ‘ધ ગૉન ગેમ’ નામનો ક્રાઇમ-થ્રિલર શો રિલીઝ થવાનો છે જેનું શૂટિંગ કોરોનાને લીધે મળેલા લૉકડાઉનમાં કરવામાં આવ્યું છે. આ શોની વાર્તા મુજબ લૉકડાઉન દરમ્યાન ઘરમાં એક વ્યક્તિનું રહસ્યમયી રીતે મૃત્યુ થઈ જાય છે અને જેમ તેનું રહસ્ય ખૂલતું જાય છે એમ આખા પરિવારની જિંદગી બદલાઈ જાય છે.
‘ધ ગૉન ગેમ’માં સંજય કપૂર, શ્વેતા ત્રિપાઠી, શ્રિયા પિળગાવકર, અર્જુન માથુર વગરેએ અભિનય કર્યો છે અને આ કલાકારોએ પોતાના ઘરે મર્યાદિત વસ્તુઓ સાથે શૂટિંગ કર્યું છે. આ શોના ડિરેક્ટર નિખિલ નાગેશ ભટનું કહેવું છે કે ‘થ્રિલર શો ઘેરબેઠાં બનાવવો એ પડકારજનક તો છે જ, પણ સાથે એ તમને ક્રીએટિ બનાવવાનું કામ પણ કરે છે. ‘ધ ગૉન ગેમ’ની સ્ટોરીલાઇન, કૅરૅક્ટર, વિઝ્યુઅલ અપીલ બધું જ ઓરિજિનલ છે. મર્યાદિત સોર્સ સાથે અમે શૂટિંગ કર્યું છે એટલે થોડી ઇનોવેટિવ ટેક્નિક પણ વાપરી છે જેથી પર્ફોર્મન્સ પર અસર ન પડે.’


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 10:43 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK