Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉમેડી કપલમાં જોવા મળશે સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ

કૉમેડી કપલમાં જોવા મળશે સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ

24 July, 2020 07:08 PM IST | Mumbai Desk
Agencies

કૉમેડી કપલમાં જોવા મળશે સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ

કૉમેડી કપલમાં જોવા મળશે સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ


‌ZEE5ની ‘કૉમેડી કપલ’માં સાકિબ સલીમ અને શ્વેતા બાસુ પ્રસાદ જોવા મળવાનાં છે. આ ફિલ્મની સ્ટોરી ગુડગાંવની છે જ્યાં આ કપલ સ્ટૅન્ડ-અપ કૉમેડી કરે છે. ફિલ્મને નચિકેત સામંત ડિરેક્ટ કરશે. સારેગામા ઇન્ડિયાની યુડલી ફિલ્મ્સ દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ તમામ પ્રકારની સાવધાની સાથે શરૂ કરવામાં આવ્યું છે. શૂટિંગ શરૂ થતાં સાકિબે કહ્યું હતું કે ‘સેટ પર હાલનું વાતાવરણ બદલાઈ ગયું છે. સલામતીને અમે વધુ પ્રાથમિકતા આપીએ છીએ. સારેગામાની યુડલી ફિલ્મ્સ સાથે કામ કરવાથી ગર્વ અનુભવું છું. તેઓ સેટ પર ખૂબ જ અદ્ભુત કામ કરી રહ્યા છે. તેઓ દરેકની સલામતીની દરકાર લઈ રહ્યા છે.’
બીજી તરફ શ્વેતાએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ બ્રિલિયન્ટ છે અને એને ખૂબ સારી રીતે લખવામાં આવી છે. ટોટલ કૉમેડી એવી આ ફિલ્મમાં ડ્રામા પણ હશે. એમાં અનેક ટ્વિસ્ટની સાથે રામૅન્સ પણ હશે.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2020 07:08 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK