ઍક્ટર-ફિલ્મમેકર સતીશ કૌશિકનું માનવું છે કે બૉલીવુડમાંથી હવે ઉત્તમ દરજ્જાના કૉમેડિયન્સ ગાયબ થઈ ગયા છે. તેઓ ‘કૉમેડી ઍન્ડ કૉમેડિયન્સ વિથ સતીશ કૌશિક’ નામનો એક શો લઈને આવવાના છે. આ શો તાતા સ્કાય ક્લાસિક સિનેમા પર ઑન-ઍર થવાનો છે. આ શોના માધ્યમથી તેઓ એવા ઉત્કૃષ્ટ કૉમેડિયન્સ જેવા કે ટુન ટુન, મેહમૂદ અને જૉની વૉકર સહિત અનેકની જર્ની વિશે ચર્ચા કરશે. સાથે જ વિસરાઈ ગયેલા એ કૉમેડિયન્સને યાદ કરવાની આ એક પહેલ રહેશે. કૉમેડિયન્સ વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં કૉમેડી સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘મેઇન સ્ટ્રીમ ઍક્ટર્સ જ્યારથી સિલ્વર સ્ક્રીન પર કૉમેડી કરવા માંડ્યા છે ત્યારથી ક્લાસિક કહી શકાય એવા કૉમેડિયન્સ બૉલીવુડમાંથી ગાયબ થઈ ગયા છે. નિષ્ઠાવાન કલાકારો અને ભારતીય સિનેમામાં આપેલા તેમના યોગદાનને સમયની સાથે ભૂલવામાં આવી રહ્યા છે. મારા આ નવા શોના માધ્યમથી હું એ બધા ઍક્ટર્સને ફરીથી જીવંત કરવાનો છું. સાથે જ એમાંથી કેટલાક સાથેના મારા કામનો અનુભવ પણ શૅર કરીશ.’
આજના સિનેમામાં હીરો છે આમઆદમી: સતીશ કૌશિક
14th January, 2021 14:27 IST'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે, "પંકજ ત્રિપાઠી બહુ જ કૅરીંગ છે"
6th January, 2021 11:48 ISTકાગઝની સ્ટોરી મનને સ્પર્શી જવાથી ૬ વર્ષ બાદ ડિરેક્શનમાં પાછા ફર્યા સતીશ કૌશિક
29th December, 2020 16:45 ISTસતીશ કૌશિક તેમનો ઇરાદો બદલે એ પહેલાં જ કાગઝ સાઇન કરી હતી પંકજ ત્રિપાઠીએ
28th December, 2020 22:31 IST