સુપરહિટ રિયલિટી શો માટે દબંગ સ્ટારને મોંમાગી રકમ આપવવાની ચૅનલની તૈયારી

Published: Jul 06, 2020, 08:56 IST | Rashmin Shah | Rajkot

૧૬ કરોડ રૂપિયા માગ્યા સલમાને બિગ બૉસ માટે

સલમાન ખાન
સલમાન ખાન

લૉકડાઉન વચ્ચે પણ કેટલાક સ્ટાર્સની વૅલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. આવા સ્ટાર્સનાં નામોમાં સલમાન ખાનનું નામ ટોચ પર આવે છે. સલમાન ખાને પોતાના રિયલિટી શો બિગ બૉસ માટે એપિસોડદીઠ ૧૬ કરોડની ડિમાન્ડ કરી છે. સલમાનને આ રિયલિટી શોએ ગયા વર્ષે ૧૩મી સીઝનમાં ટીઆરપીના તમામ રેકૉર્ડ તોડ્યા હતા. ઑડિયન્સે શોને એ સ્તર પર પ્રતિભાવ આપ્યો હતો કે ચૅનલે પોતાનાં તમામ શેડ્યુલ ચેન્જ કરીને બિગ બૉસ શો દોઢ મહિના માટે વધારી દીધો હતો. બિગ બૉસની આ વર્ષે ૧૪મી સીઝન છે. આવતી સીઝન માટે સલમાન ખાને ગયા વર્ષ કરતાં બે કરોડ વધુ ફી માગી છે. ગયા વર્ષે સલમાન ખાનને એપિસોડદીઠ ૧૪ કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
બિગ બૉસની પૉપ્યુલરલિટી અને સલમાન ખાનની ‌ડિમાન્ડને જોઈને ચૅનલે પણ સલમાને જે ફી ડિમાન્ડ કરી છે એ ચૂકવવાની તૈયારી દર્શાવી છે.
લૉકડાઉન પછી દરેક ટીવી-ચૅનલ પણ પોતાનું સ્થાન નવેસરથી મજબૂત બનાવવા માટે મહેનત કરી રહી છે એવા સમયે કલર્સ આ સ્ટેપ લે એમાં કોઈ નવાઈની વાત નથી.
બિગ બૉસની નવી સીઝનનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK