બાલવીર અને અલાદીનનું થશે ક્રૉસઓવર

Published: Jan 31, 2020, 14:05 IST | Harsh Desai | Mumbai

સોની સબ પર આવતા શો ‘અલાદીન નામ તો સુના હોગા’ અને ‘બાલવીર રિટર્ન્સ’ની કાસ્ટનું ક્રૉસઓવર કરવામાં આવશે.

બાલવીર અને અલાદીન
બાલવીર અને અલાદીન

સોની સબ પર આવતા શો ‘અલાદીન નામ તો સુના હોગા’ અને ‘બાલવીર રિટર્ન્સ’ની કાસ્ટનું ક્રૉસઓવર કરવામાં આવશે. આ ક્રૉસઓવર દ્વારા જૂના મિત્રો દેવ જોષી અને રાશુલ ટંડન ફરી એક વાર સાથે જોવા મળશે. ‘બાલવીર રિટર્ન્સ’ના સેટ પર રાશુલ ટંડને હાલમાં જ શૂટિંગ કર્યું હતું. ‘અલાદીન’ અને ‘બાલવીર’ સાથે મળીને તેમની અત્યાર સુધીની સૌથી મોટી ચૅલેન્જનો સામનો કરશે. રાશુલ સાથે ફરી કામ કરવા વિશે દેવ જોષીએ કહ્યું હતું, ‘મને જ્યારે ખબર પડી કે રાશુલ અમારી સાથે શૂટ કરવાનો છે ત્યારે તેને મળવા માટે હું ખૂબ ઉત્સુક હતો. તેની સાથે મસ્તી તો કરું જ છું, પરંતુ તેની પાસે મને ઘણું શીખવા પણ મળે છે. ‘બાલવીર’માં સાથે કામ કર્યા બાદ અમે એક શૉર્ટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. તે મારા ભાઈ જેવો છે અને અમારી ફૅમિલી પણ એકબીજાને ઓળખે છે. રાશુલ સાથે શૂટિંગ કરવાની મને ખુશી છે. આ ક્રૉસઓવરને દર્શકો ખૂબ પસંદ કરશે.’

આ વિશે રાશુલે કહ્યું કે ‘દેવ જ્યારે બાળક હતો ત્યારે મેં તેની સાથે કામ કર્યું હતું અને અઢી વર્ષ બાદ અમે એક જ ફ્રૅન્ચાઇઝીમાં કામ કરી રહ્યા છીએ. દેવ સાથે મારી દોસ્તી એવી છે કે અમારે એકબીજાને કંઈ કહેવું નથી પડતું, અમે સમજી જઈએ છીએ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK