શાહરુખ માટે તેની વાઇફ સૌથી મોટી ગિફ્ટ છે

Updated: 29th October, 2020 15:11 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

શાહરુખ ખાનનું કહેવું છે કે તેના માટે તેની લાઇફમાં સૌથી મોટી ગિફ્ટ તેની વાઇફ ગૌરી ખાન છે. શાહરુખ અને ગૌરી ખાને 29મી મૅરેજ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

શાહરૂખ-ગૌરી
શાહરૂખ-ગૌરી

શાહરુખ ખાનનું કહેવું છે કે તેના માટે તેની લાઇફમાં સૌથી મોટી ગિફ્ટ તેની વાઇફ ગૌરી ખાન છે. શાહરુખ અને ગૌરી ખાને 29મી મૅરેજ ઍનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તાજેતરમાં જ ટ્વિટર પર ‘આસ્ક એસઆરકે’ સેશન યોજવામાં આવ્યું હતું. આ સેશનમાં તેણે ઘણા અજીબ સવાલોના ગજબ જવાબ આપ્યા હતા જેમાં એક ફૅને તેને પૂછ્યું હતું કે તમારી મૅરેજ ઍનિવર્સરી નિમિત્તે તમે ગૌરી મૅમને શું ગિફ્ટ આપી હતી?
એનો જવાબ આપતાં ટ્વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે મારી લાઇફની સૌથી મોટી ગિફ્ટને હું શું ગિફ્ટ આપી શકું?
અન્ય ટ્વિટર યુઝરે સવાલ પૂછ્યો હતો કે ભાઈ, મન્નત બેચનેવાલે હો ક્યા?
એનો જવાબ આપતાં ટ્વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈ, મન્નત વેચવામાં નથી આવતી, માથું નમાવીને માગવામાં આવે છે. આ બાબત યાદ રાખશો તો લાઇફમાં કંઇક મેળવી શકશો.’
એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘સર, મેરી લાઇફ કે કરીબ પચાસ સાલ બચે હૈં. તબ તક ફિલ્મ કી અનાઉન્સમેન્ટ કર દોગે?’
આ સવાલનો જવાબ આપતાં શાહરુખે કહ્યું હતું કે ‘મેરી લાઇફ કે પચાસ સે ભી ઉપર હો ગએ... ફિલ્મ કરતે કરતે. મૈં યહીં કરતા રહુંગા ઔર અગલે પચાસ સાલ તુમ પ્લીઝ ફિલ્મ દેખતે રહના.’

શાહરૂખની ફૅન્સને જન્મદિવસ નિમિત્તે ખાસ આ વિનંતી

શાહરુખ ખાનના જન્મદિવસ દરમ્યાન લોકો તેના ઘર મન્નતની બહાર જમા ન થાય એ માટે તેણે લોકોને વિનંતી કરી છે. કોરોના વાઇરસને કારણે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે અને એથી જ તેણે આ વિનંતી કરી છે. બીજી નવેમ્બરે શાહરુખનો બર્થ-ડે છે. એથી પોતાના ફૅન્સને સુરક્ષાનું ધ્યાન રાખવાનું જણાવતાં શાહરુખે કહ્યું હતું કે ‘હું સૌને અપીલ કરું છું કે ભીડ જમા ન કરતા. મારો બર્થ-ડે હોય કે અન્ય કારણ હોય. ઇસ બાર કા પ્યાર થોડા દૂર સે યાર.’
તેને ઘરમાં થોડો સમય મળતાં તેણે ‘આસ્ક એસઆરકે’ સેશન કર્યું હતું. એ દરમ્યાન તેના ફૅને પૂછ્યું હતું કે શું તેને ખરાબ સ્ક્રિપ્ટ પસંદ કરવાનો અફસોસ થયો છે? એનો જવાબ આપતાં ટ્વિટર પર શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘તમે જે પણ કામ કરો એના પર ભરોસો રાખવો જોઈએ. સફળતા અને એને સ્વીકાર કરવા એ દર્શકોના હાથમાં છે. તમારા હૃદયમાં આસ્થા હોવી જોઈએ.’

First Published: 29th October, 2020 15:06 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK