Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યુવામાં મારા ગીતનો પર્ફોર્મન્સ શમ્મી કપૂરને પસંદ પડ્યો

યુવામાં મારા ગીતનો પર્ફોર્મન્સ શમ્મી કપૂરને પસંદ પડ્યો

24 May, 2020 11:26 PM IST | Mumbai
Agencies

યુવામાં મારા ગીતનો પર્ફોર્મન્સ શમ્મી કપૂરને પસંદ પડ્યો

રાની મુખર્જી

રાની મુખર્જી


‘યુવા’માં રાની મુખરજીના રોલની પ્રશંસા શમ્મી કપૂરે કરી એ તેને માટે મોટી બાબત છે. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન, અજય દેવગન, કરીના કપૂર ખાન, વિવેક ઑબેરૉય અને ઈશા દેઓલ પણ હતાં. ફિલ્મનું ગીત ‘કભી નીમ નીમ, કભી શહદ શહદ’ ખૂબ લોકપ્રિય બન્યું હતું. એ ગીતને લઈને રાનીએ કહ્યું હતું કે ‘ફિલ્મનું ‘કભી નીમ નીમ, કભી શહદ શહદ’ ફેવરિટ ગીત છે. આ ગીત જે રીતે મધુશ્રીએ ગાયું છે જે રીતે એ. આર. રહમાને કમ્પોઝ કર્યું છે અને જે રીતે બ્રિન્દાએ એને કોરિયોગ્રાફ કર્યું છે અને જે રીતે મણિરત્નમે એને પિક્ચરાઇઝ કર્યું છે એ ખરેખર જાદુઈ છે. મને આજે પણ યાદ છે કે મારા ફેવરિટ ઍક્ટર શમ્મી કપૂરે ‘કભી નીમ નીમ, કભી શહદ શહદ’ ગીત માટે કૉલ કર્યો હતો. તેમણે કહ્યું કે મને તારો પર્ફોર્મન્સ ખૂબ ગમ્યો. એમાં પણ ખાસ તો ત્યારે જ્યારે હું ચૅર પર બેઠી છું અને અભિષેકના ડાન્સ પર રીઍક્ટ કરી રહી છું. હું તેમની ખૂબ ક્લોઝ હતી. તેમના કામની પણ હું હંમેશાં ખૂબ મોટી ફૅન રહી છું. ખાસ કરીને તો તેમનાં ગીતો. એથી તેમણે મને કૉલ કર્યો અને મારી પ્રશંસા કરી એનાથી તો આ ગીત ખૂબ સ્પેશ્યલ બની ગયું હતું. મારા માટે આ ખૂબ મોટી બાબત છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 11:26 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK