બચ્ચનની પાર્ટીમાં આખરે દેખાઈ ગઈ આરાધ્યા, જુઓ તસવીરો

Published: 12th October, 2012 06:18 IST

આવો નજર કરીએ પાર્ટીની અંદરની વાતો પર કે આખરે કોણ કોણ આવ્યું હતું અને કોણ નહોતું આવ્યું...તેમ જ શું બન્યું હતું પાર્ટીમાં.અમિતાભના 70મા જન્મદિવસ નિમિત્તે એક દિવસ અગાઉ 10મી ઓક્ટોબરે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અમિતાભે લગભગ અત્યાર સુધીના પોતાના કરિયર દરમ્યાનના દરેક લોકોને આમંત્રણ આપ્યું હતું.


Aaradhya Bachchan, granddaughter of Big B cut the birthday cake
બેટી બીએ દર્શન દીધાં : લાખ છુપાવવાની કોશિશ કરતા દેખાતું બચ્ચન પરિવાર આરાધ્યાને આ વખતે પાર્ટી દરમ્યાન મીડિયાના ખૂણે ખૂણે ગોઠવાયેલા કેમેરાથી બચાવી શક્યું ન હતું.


Amitabh Bachchan, wife Jaya, son-in-law Nikhil Nanda, daughter Shweta, grandson Agastya, son Abhishek Bachchan and daughter-in-law Aishwarya Rai

બચ્ચન પરિવાર : શ્વેતાની દિકરી નાવ્યા પાર્ટીમાં દેખાઈ ન હતી.


SRK , Gauri Khan

લેટ બર્ડીઝ : શાહરૂખ ખાન પાર્ટીમાં સૌથી છેલ્લે પત્ની ગૌરી ખાન સાથે આવ્યો હતો.


ઓલ્ડ ઈઝ ગોલ્ડ  : ખાસ કાર્યક્રમોમાં હાજરી આપતા તેમ જ અમિતાભની મોટા ભાગની હિટ ફિલ્મોના ડાયલોગ્સ લખનાર કાદર ખાને દિકરા સરફરાઝ ખાન સાથે હાજરી આપી હતી. બિગ-બીએ લગભગ દરેકને આમંત્રણ આપ્યું હતું જેમાં તેમના ખાસ મિત્રો ડેની, રોમેશ શર્મા અને અનવર અલી પણ હાજર રહ્યાં હતાં.


Jackie Shroff


દરિયા દિલ : પાર્ટીની બહાર નીકળ્યા બાદ જેકી એક ગરીબ છોકરા સાથે વાતો કરતો દેખાયો હતો અને તેણે તે છોકરાને 500 રૂપિયાની નોટ આપી હતી.


Randhir Kapoor


સરપ્રાઈઝ, સરપ્રાઈઝ : રણધીર કપૂરે પણ આ પાર્ટીમાં હાજર રહીને સરપ્રાઈઝ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેકની સગાઈ કરિશ્મા સાથે તૂટ્યાં બાદ કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચે સંબંધો થોડાં વણસ્યા હતાં. જો કે રણધીર કપૂરે આ બધું ભૂલાવીને પાર્ટીમાં હાજરી આપી હતી.


Shatrughan Sinha attended the party with his entire family

ફેમિલી મેટર્સ : શત્રુધ્ન સિંહાએ પૂરા પરિવાર સાથે પાર્ટીમાં હાજર રહીને સિંહા અને બચ્ચન પરિવારમાં તિરાડની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જો કે અભિ-એશના લગ્નનું આમંત્રણ મળ્યું ન હતું ત્યારે શત્રુધ્નએ લગ્ન બાદ મોકલાવેલી મીઠાઈનો અસ્વીકાર કરી બચ્ચન પરિવારને પરત મોકલી હતી.


દરવાજે કે પીછે : આદિત્ય ચોપરા જે હંમેશા મીડિયા અને કેમેરાથી શરમાતો હોય છે જેથી તેણે આ વખતે પણ પાર્ટીમાં પાછળના દરવાજેથી એન્ટ્રી મારી હતી.


Ameesha Patel with Amitabh Bachchan

અમિતાભ બચ્ચન અમીષા પટેલ સાથે


Chiranjeevi

સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી


Rajnikanth

સાઉથ સુપરડુપર સ્ટાર રજનીકાંત


Tabu

તબુ


પાર્ટીમાં આવ્યાં તેનો આનંદ છે : શશી કપૂર અને પ્રાણ જેઓ બંને વ્હીલચેર પર પાર્ટીમાં આવ્યાં હતાં તેમણે કહ્યું હતું કે અમને આનંદ છે કે અમે અમિતાભની પાર્ટીમાં આવ્યાં છીએ


Zeenat Aman, Waheeda Rehman, Asha Parekh and Aruna Irani

Leading લેડીઝ : અમિતાભ સાથે ઘણી ફિલ્મોમાં સ્ક્રીન શેર કરનારી અભિનેત્રીઓ હાજર રહી હતી. જેમાં ઝીન્નત અમાન, વહીદા રહેમાન, આશા પારેખ તેમ જ અરુણા ઈરાની પણ દેખાયાં હતાં.


Himesh Reshammiya with rumoured girlfriend actress Soniya Kapoor and his father

અરે, જુઓ આ કોણ આવ્યું...: હિમેશ રેશમિયા અફવાઓ દ્વારા કહેવાતી ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે સૌપ્રથમ વાર પબ્લિકમાં દેખાયો હતો. તે પોતાના પિતા સાથે હાજર રહ્યો હતો.


કોણ રહ્યું ગેરહાજર : આમિર ખાન જેણે શિકાગોથી મુંબઈ પાર્ટી માટે ફ્લાઈટ શિ઼ડ્યુલ કરી હતી પરંતુ પાર્ટીમાં ગેરહાજર રહ્યો હતો. જ્યારે અમિતાભના ખાસ લોકોમાં મનાતા ધર્મેન્દ્રની ગેરહાજરી લોકોની આંખે વળગી હતી.


કરણ જોહર, જયા બચ્ચન અને તેની સાથે પૌત્રી આરાધ્યા અને ઐશ્વર્યા રાય બચ્ચન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK