કુમકુમ ભાગ્યની મૂળ વાર્તા બસ્સો એપિસોડની જ હતી

Published: Nov 15, 2019, 10:46 IST | Rashmin Shah | Mumbai

ઝી ટીવી પર પંદરસો એપિસોડ પૂરા કરનારી આ ડેઇલી સૉપ માટે પ્રોડકશન હાઉસને મનમાં ઘણી આશંકાઓ હતી. શો ની મૂળ વાર્તા 200 એપિસોડની જ હતી.

શબ્બીર અહલુવાલિયા અને શ્રૃતિ ઝા
શબ્બીર અહલુવાલિયા અને શ્રૃતિ ઝા

પંદરસો એપિસોડ એટલે કે પાંચ વર્ષથી પણ લાંબા સમયથી ઝી ટીવી પર આવતી ‘કુમુકમ ભાગ્ય’ માટે એક વાત એવી પણ છે કે એ શૉ જ્યારે ડિઝાઇન થયો ત્યારે એની વાર્તા માત્ર બસ્સો એપિસોડ જેટલી જ હતી પણ એ પછી શો અને ડેઇલી સૉપના કૅરેક્ટર માટે ઓડિયન્સના ઇમોશન્સ જોડાવાના શરૂ થતાં એ વાર્તામાં નવી પેટાવાર્તાઓ જોડવાની શરૂ થઈ અને એ છેક પંદરસો એપિસોડ સુધી પહોંચી. એ હકીકત છે કે ‘કુમકુમ ભાગ્ય’ની જ્યારે તૈયારીઓ ચાલતી હતી ત્યારે એની સકસેસ માટે પ્રોડકશન હાઉસના મનમાં આશંકાઓ હતી પણ આર્ટિસ્ટ શબ્બીર અહલુવાલિયા અને પ્રજ્ઞાનું કૅરેક્ટર કરતી શ્રૃતિ ઝા હાથમાંથી નીકળી ન જાય એવા હેતુથી જ આ શૉને આગળ ધક્કો મારી દેવામાં આવ્યો હતો.
ડેઇલી સૉપમાં પંદરસો એપિસોડ અઘરું કામ છે અને એમ છતાં આજે પણ ઝી ટીવીના પ્રાઇમ ટાઇમ પર ઓનએર થતો આ શૉ ટીઆરપી રેટિંગમાં ટોપ ટેન શો પૈકીનો એક શો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK