આ એકટર બનશે કરણ જોહરના રામ-લખન?

Published: 16th October, 2014 05:23 IST

જ્યારથી કરણ જોહર અને રોહિત શેટ્ટીએ સુભાષ ઘઈની ૧૯૮૯ની હિટ ફિલ્મ ‘રામ લખન’ની રીમેક બનાવવાની જાહેરાત કરી છે

એ જ સમયથી આ રીમેકમાં લીડ રોલ માટે કોને સાઇન કરવામાં આવશે એ વાત પર ઘણા ઍક્ટરોનાં નામ લેવાઈ ચૂક્યાં છે, પણ હાલમાં આ રીમેક માટે કરણ જોહરની જ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના સ્ટુડન્ટ્સ એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. બનતા સુધી કરણને આ બન્ને ઍક્ટરોને લઈને ફરી કામ કરવામાં રસ છે જેના કારણે તે આ ઍક્ટરોનાં નામ વિચારી રહ્યો છે. જો કરણ આ ઍક્ટરોને નક્કી કરશે તો સિદ્ધાર્થ રામના અને વરુણ લખનના રોલમાં કદાચ જોવા મળી શકે. એમ છતાં આ બન્ને ઍક્ટરો માટે હજી કંઈ પણ ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી. થોડા દિવસ પહેલાં આ રીમેકમાં ડિમ્પલ કાપડિયાએ ભજવેલા રોલ માટે જૅકલિન ફર્નાન્ડિસનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK