'ધી ફૅમિલી મૅન' વર્સસ 'પાતાલ લોક'
લૉકડાઉન વચ્ચે ભલભલાની ક્રીએટિવિટીમાં ઉછાળો આવ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ પણ એ કામ અદ્ભુત રીતે કરી ગયું. પ્રાઇમ વિડિયોની બે સુપરહિટ વેબ-સિરીઝ ‘ધી ફૅમિલી મૅન’ અને ‘પાતાલ લોક’ને એક કરતો એક વિડિયો તૈયાર કરવામાં આવ્યો અને એમાં ‘ધી ફૅમિલી મૅન’ના જે. કે. તલપડેનું કૅરૅક્ટર કરતા શરીબ હાઝમી અને ‘પાતાલ લોક’ના લીડ સ્ટાર હાથીરામને એક વિડિયોમાં વાતો કરતા એવી રીતે દેખાડ્યા જાણે બન્ને પોતપોતાની ટેરેસ પરથી વાતો કરતા હોય. ગીતોનું મેશઅપ તો સૌકોઈએ સાંભળ્યું છે, પણ અહીં પહેલી વખતે વેબ સિરીઝના કૅરૅક્ટરનું મેશઅપ થયું છે. બન્ને પોતપોતાની વેબ-સિરીઝની વાર્તા વિશે તો વાત કરે છે, પણ સાથોસાથ ઍમેઝૉન પર આવનારા નવા પ્રોજેક્ટની પણ ચર્ચા કરે છે.
યુટ્યુબ પર જોવા મળતા આ વિડિયો થકી ઍમેઝૉને પોતાની આ સુપરહિટ વેબ-સિરીઝને પ્રમોટ કરવાનું કામ તો કર્યું છે, પણ સાથોસાથ માર્કેટિંગનો એક નવો આઇડિયા પણ સૌકોઈ સામે મૂક્યો છે.