Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિલનનો એ યુગ મારી સાથે જ સમાપ્ત થઈ ગયો છે : ગુલશન ગ્રોવર

વિલનનો એ યુગ મારી સાથે જ સમાપ્ત થઈ ગયો છે : ગુલશન ગ્રોવર

15 March, 2020 04:26 PM IST | Mumbai Desk

વિલનનો એ યુગ મારી સાથે જ સમાપ્ત થઈ ગયો છે : ગુલશન ગ્રોવર

ગુલશન ગ્રોવર

ગુલશન ગ્રોવર


ગુલશન ગ્રોવરનું કહેવું છે કે વિલનનો એ યુગ તેની સાથે જ ખતમ થઈ ગયો છે. કેટલીક ફિલ્મોમાં તેનું વિલનનું પાત્ર યાદગાર બની ગયું છે. એમાંની ‘સદમા’ અને ‘રામ લખન’ વિશેષ છે. વિલનના રોલ વિશે ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે ‘પ્રાણજી જેવા કેટલાક લેજન્ડ્સે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને યોગદાન આપ્યું છે. એથી મેં જ્યારે વિલનનાં પાત્રો ભજવવાની શરૂઆત કરી તો મને વિચાર આવ્યો કે એમાં કંઈક નવાપણું લાવવું જોઈએ. હું એક જ પાત્રને વારંવાર ભજવવા નહોતો માગતો. આ જ કારણ છે કે હું મારા કૅરૅક્ટર્સને ઇમ્પ્રુવાઇઝ કરતો હતો. જોકે વર્તમાન સમયમાં આ થોડું અલગ છે, કારણ કે હવે વિલન જેવું કંઈ રહ્યું જ નથી. વિલન બનવું અથવા તો એમાં કરીઅર બનાવવાનો જે યુગ હતો એ મારી સાથે જ ખતમ થઈ ગયો છે. હાલના સમયમાં માત્ર વિલન બનીને સફળ થવું એ પૂરતું નથી.’

ગુલશન ગ્રોવરને હૉલીવુડની એક ફિલ્મમાં વિલનનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે એ ઑફર તેણે સ્વીકારી નહોતી. એ વિલન વિશે જણાવતાં ગુલશન ગ્રોવરે કહ્યું હતું કે ‘આજે પણ યાદ છે કે મને હૉલીવુડની એક ફિલ્મમાં વિલનનો રોલ આપવામાં આવ્યો હતો. તે વિલનની ગરદનમાં બુલેટ ફસાઈ જાય છે અને તે એમ કહે છે કે તે કોઈ પણ પ્રકારનું પ્રેશર કે દર્દ મહેસૂસ નથી કરતો. હું એ વિલનથી ખૂબ પ્રભાવિત થયો હતો, કેમ કે તેનામાં કોઈ વસ્તુને લઈને ઇમોશન જ નહોતાં.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 04:26 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK